કેન્દ્રિય સચિવાલયના અનુસુચિત જાતિ-જનજાતિ કર્મચારીઓના ઉત્કર્ષ મંડળ દ્વારા ૨૮-૧૧-૨૦૧૮ ના રોજ કોન્સ્ટીટ્યુશન ક્લબ – નવિ દિલ્હિ ખાતે National Seminar on Reservation for SC/ST યોજાઇ ગયો.

0
1090

કેન્દ્રિય સચિવાલયના અનુસુચિત જાતિ-જનજાતિ કર્મચારીઓના ઉત્કર્ષ મંડળ દ્વારા ૨૮-૧૧-૨૦૧૮ ના રોજ કોન્સ્ટીટ્યુશન ક્લબ – નવિ દિલ્હિ ખાતે National Seminar on Reservation for SC/ST યોજાઇ ગયો. સેમિનારમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા અમદાવાદ પશ્ચિમના સંસદસભ્ય અને અનુસુચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગની સંસદિય સમિતિના અધ્યક્ષશ્રી ડૉ. કિરિટ સોલંકીએ અનુસુચિત જાતિ-જનજાતિને સહન કરવી પડતી અસ્પૃશ્યતા અને પછાતપણા માટે થઈને તેઓને બંધારણમાં આપવામાં આવેલ અનામત અને અન્ય વિશેષાધિકારના સંદર્ભે જણાવેલ કે ક્રિમી લેયરના માપદંડ અનુસુચિત જાતિ-જનજાતિને લાગુ નથી પડતા. સાથે અનુસુચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગની સંસદિય સમિતિની કામગીરી અંગે ઉપસ્થિત શ્રોતાગણને માહિતિ આપતા જણાવેલુ કે વૈશ્વિકરણના જમાનામાં કોંટ્રાક્ટ પધ્ધ્તિની નિમણુંકમાં અનુસુચિત જાતિ-જનજાતિની અનામતને રક્ષણ આપવા પુરેપુરી તકેદારી લેવામાં આવી રહેલ છે. સેમિનારમાં ઉપસ્થિત સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટશ્રી ડૉ. કે.એસ. ચૌહાણે પણ, ડૉ. કિરિટ સોલંકીના નિવેદન કે, ક્રિમી લેયરના માપદંડ અનુસુચિત જાતિ-જનજાતિને લાગુ નથી પડતાને સમર્થન આપતા સરકારના ઉચ્ચ હોદ્દાઓ પર નોકરી કરતા અનુસુચિત જાતિ-જનજાતિના કર્મચારીઓને પડતી તકલીફોની જાણકારી આપી જાતિવાદ કેટલો પ્રખર છે તે હકિક્તને જણાવતા આર્થિક આધારે અનામત ન હોઇ શકેની તરફેણ કરેલ. વિવિધ મંત્રાલયો, કેન્દ્રિય સચિવાલયના વિવિધ વિભાગો, ઓલ ઇંડિયા રેડિયો, નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન, નેશનલ શિપિંગ કોર્પોરેશન, રેલ્વે, દિલ્હિ યુનિવર્સીટી, આર્મી બેઝ વર્કશોપ, ઇએમઈ વગેરેના અનુસુચિત જાતિ-જનજાતિ કર્મચારીઓ અને તેઓના સંગઠનોના હોદ્દેદારોની બહોળી ઉપસ્થિતિમાં આયોજક કેન્દ્રિય સચિવાલય અનુસુચિત જાતિ-જનજાતિ કર્મચારીઓના ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી રોહતાસ ભાનખરે Post Based Reservation Rosters (PBRRs) ના અમલીકરણ અને અનામતના કાયદાને સુરક્ષિત કરવા તેને બંધારણના શિડ્યુલ ૯ માં સમાવેશ કરવાની માંગણી કરતા રાજકિય પક્ષોને અપીલ કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here