કેન્દ્ર સરકારે દેશમાં 6 શહેરોમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી આવાસ બનાવવાનું નક્કી કર્યું

0
357
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દાયકાનું આ પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ દાયકા ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ મહત્વનું છે. તેથી, શરૂઆતથી, સ્વતંત્રતાના સ્વપ્નમાં આવવાનું સુવર્ણ સ્વપ્ન, તે સપના, તે ઠરાવો, ઝડપી ગતિએ, દેશ સમક્ષ આવ્યા છે. આ દાયકાનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દાયકાનું આ પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ દાયકા ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ મહત્વનું છે. તેથી, શરૂઆતથી, સ્વતંત્રતાના સ્વપ્નમાં આવવાનું સુવર્ણ સ્વપ્ન, તે સપના, તે ઠરાવો, ઝડપી ગતિએ, દેશ સમક્ષ આવ્યા છે. આ દાયકાનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકે.

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 1 લી જાન્યુઆરીએ વિડીયો કોન્ફ્રન્સ ના માધ્યમથી રાજકોટ ખાતે ઈનોવેટીવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી (Innovative Green Construction Technology)થી બનનારા 1144 આવાસનો શિલાન્યાસ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 6 રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટની આધારશિલા રાખી છે. નવા વર્ષમાં વડાપ્રધાન મોદીનો આ પહેલો કાર્યક્રમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ ઈન્ડિયા (જીએચટીસી ઈન્ડિયા) હેઠળ 6 રાજ્યોમાં આ કાર્યક્રમોની આધારશિલા રાખી છે. આ આવાસોનું નિર્માણ ભારત સરકારના લાઈટ હાઉસ પ્રોજેક્ટ (Light House Project) અંતર્ગત કરાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના  (શહેરી)ના શ્રેષ્ઠતમ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કર્યા છે.. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્રસંગે રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) એવોર્ડ-2019 અંતર્ગત સ્પેશ્યલ એવોર્ડ કેટેગરી અંતર્ગત ગુજરાતને પોલિસી ઈનિશિયેટી,બેસ્ટ એફેર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ઓન પ્રાઈવેટ લેન્ડક્ર અને બેસ્ટ ઈન-સીચ્યુ સ્લમ રીહેબિલિટેશન પ્રોજેક્ટક્ર માટે એવોર્ડ પ્રાપ્ત થયા છે દેશના પ્રત્યેક પરિવારને વર્ષ 2022 સુધીમાં પોતાનું પાકુ ઘર મળે તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે હાઉસિંગ ફેર ઓલ બાય 2022 મિશન હાથ ધર્યું છે.કેન્દ્ર સરકારે દેશમાં 6 શહેરોમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી આવાસ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં ગુજરાતના રંગીલા રાજકોટ શહેરનો સમાવેશ થઈ ગયો છે.

જેથી રાજકોટમાં હવે લાભાર્થીઓને 3.50 લાખમાં 2 BHKનો ફલેટ તો આપશે, સાથે ફર્નિચર પણ કરી આપવામાં આવશે. મનપા 118 કરોડના ખર્ચે EWS-2 પ્રકારના 1144 આવાસ બનાવશે. રાજકોટના રૈયા સ્માર્ટ સિટીના ટી.પી. નં.32માં 45 મીટર રોડ પર ભગવાન પરશુરામના મંદિર પાસે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતનો પ્રોજેકટનું નિર્માણ થશે. આ પ્રોજેકટ અંગે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફોર્સ વિભાગે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દીધા છે. લાભાર્થીઓને આવાસમાં રસોડું અને બે બેડરૂમના ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરી લાભાર્થીઓને ફાળવવામાં આવશે. રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના 31 કરોડ રૂપિયાના જુદા જુદા કામોનુ મુખ્યમંત્રી 31 ડિસેમ્બરે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગે ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે સમગ્ર દેશમાંથી 6 શહેરોની પસંદગી કરી છે તેમાંથી ગુજરાતનું રાજકોટ શહેર છે. રાજકોટ મનપાને કેન્દ્ર સરકાર પ્રતિ આવાસ રૂ.1.50 લાખ અને રાજ્ય સરકારે પ્રતિ આવાસ 1.50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. આ ઉપરાંત ટેક્નોલોજીના ઉપયોગ માટે 4 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here