કોહલીના કહેવાથી પંતના સ્થાને દિનેશ કાર્તિકને લેવાયો..!!

0
867
No Rishabh Pant in Team India for World Cup 2019
No Rishabh Pant in Team India for World Cup 2019

(જી.એન.એસ)મુંબઇ,
ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૯ની શરૂઆત ૩૦ મેનાં રોજથી થઈ રહી છે અને દરેક દેશ પોતાની ટીમની જાહેરાત કરી રહ્યો છે. ભારતે પણ વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમને લઇને ઘણી ચર્ચા થઈ રહી છે. ભારતીય ટીમનાં મધ્યમક્રમની પસંદગીને લઇને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મધ્યમક્રમ માટે બે પ્રમુખ ખેલાડી દિનેશ કાર્તિક અને ઋષભ પંત વચ્ચે મોટી ટક્કર રહી હતી, પરંતુ ટીમનું સીલેક્શન થયું તો આમાં દિનેશ કાર્તિકે બાજી મારી અને તેને ટીમનાં મધ્યમક્રમમાં જગ્યા મળી.
તમને જણાવી દઇએ કે વર્લ્ડ કપ ૨૦૧૯ની ભારતીય ટીમને લઇને એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમનાં સીલેક્ટર્સ ઋષભ પંતને મધ્યક્રમ માટે પસંદ કરવા ઇચ્છતા હતા, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનાં કહેવાથી પસંદગીકર્તાઓએ ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં લીધો. રીપોટ્‌ર્સમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીએ દિનેશ કાર્તિકનાં પક્ષમાં પોતાનો મત આપ્યો હતો જેનાથી ઋષભ પંતને ટીમમાંથી બહાર થવું પડ્યું.
ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને પસંદ કરવાનાં કારણ પર વિરાટ કોહલીનું કહેવું છે કે દિનેશ કાર્તિક ઋષભ પંતથી વધારે અનુભવી છે અને આટલી મોટી ટૂર્નામેન્ટમાં અનુભવ વધારે કામે આવે છે. તેનું માનવું છે કે દિનશ કાર્તિકનાં હોવાથી ટીમ માટે એક એક્સ્ટ્રા વિકલ્પ રહે છે. આ ઉપરાંત તેનું કહેવું છે કે દિનશ કાર્તિક દબાવની પરિસ્થિતિમાં ઋષભ કરતાં વધારે સારી રીતે નિર્ણય કરી શકે છે, જ્યારે ઋષભ પંત દબાવમાં પોતાની લય ખોઈ બેસે છે. આ કારણે ઋષભની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં પસંદ કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here