ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

0
1069

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની આશંકા વચ્ચે ક્રૂડના ભાવમાં જોરદાર કડાકો બોલાઇ ગયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ૬.૫ ટકા જેટલો જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિબેરલ ૬૩.૨ ડોલરની સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે નાયમેક્સ પર પણ ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ૫૪ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

ઇન્ડિયા નિવેશ કોમોડિટીના મનોજકુમાર જૈનના અભિપ્રાય અનુસાર એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદા મુજબ ક્રૂડ ૩,૮૫૦માં વેચવાની સલાહ આપી છે. આ માટે સ્ટોપલોસ ૩,૯૧૦ રાખવા અને ટાર્ગેટ ૩,૭૨૦નો મુકરર કર્યો છે. ક્રૂડ ઓઇલના ઘટાડાના પગલે ગઇ કાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધાયો હતો.

પેટ્રોલની કિંમત ૧૪ પૈસા વધુ ઘટીને ૧ ઓગસ્ટ બાદ સૌથી નીચી રૂ. ૭૬.૩૮ની સપાટીએ આવી ગઇ હતી. ૧ ઓગસ્ટના રોજ પેટ્રોલની કિંમત પ્રતિલિટર રૂ.૭૬.૩૧ હતી. એ જ રીતે ડીઝલમાં પણ ૧૨ પૈસાના ઘટાડા સાથે કિંમત પ્રતિલિટર રૂ. ૭૧.૨૭ પર પહોંચી ગઇ છે.

ફેડ રિઝર્વ વ્યાજદર ઘટાડેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અર્થતંત્ર અને નાણાકીય બજારની સ્થિતિ પરના એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે ફેડરલ રિઝર્વ હજુ પણ વ્યાજદર ઘટાડે. મારા મતે વ્યાજદર ઘણા ઊંચા છે. ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રણ વખત વ્યાજદર વધારો કર્યો છે.

હજુ અપેક્ષા છે કે વર્ષના અંત પહેલા વધુ એક વખત વ્યાજદર વધારશે. ૨૦૧૯માં પણ ફેડરલ રિઝર્વ ત્રણ વખત વ્યાજદર વધારે તેવી ધારણા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં નાણાકીય નીતિ વધુ કડક બનાવવા ફેડને વારંવાર અપીલ કરી રહ્યા છે. ટ્રમ્પે એટલી હદે કહ્યું છે કે મારા માટે ફેડરલ સૌથી મોટો ખતરો છે, કારણ કે તેઓ સત વ્યાજ વધારે રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here