ગુજરાતમાં કંપનીઓને પણ બાગાયતી ખેતી માટે ૫૦ હજાર એકર સરકારી જમીન અપાશે

0
284
લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ હજુ ચાલુ જ છે. હાલ રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી બનાવાયો છે
લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ હજુ ચાલુ જ છે. હાલ રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી બનાવાયો છે

ગાંધીનગર: દેશભરમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના થઇ રહેલા વિરોધ વચ્ચે ગુજરાતની ભાજપ સરકારે હવે રાજ્યની ૫૦ હજાર એકર બિન ઉપજાઉ સરકારી પડતર જમીન બાગાયતી અને આયુર્વેદિક ખેતી માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યકિતઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ફાળવી આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે પ્રોજેક્ટ દીઠ જમીનનું ક્ષેત્રફળ ૧૨૫ એકર થી ૧૦૦૦ એકર (૫૦ હેકટર થી ૪૦૦ હેકટર સુધી) સુધી રહેશે. સમગ્ર રાજ્યમાં આવી અંદાજીત પ૦ હજાર એકર જમીનોની ૩૦ વર્ષની લીઝ ઉપર ફાળવણી કરાશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના ભાગરૂપે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરતા વધુમાં જણાવ્યું હતુ કે, રાજ્યની ૧૯૬ લાખ હેકટર જમીન પૈકીની પ૦ ટકા એટલે કે ૯૮ લાખ હેકટર જમીન ખેતી હેઠળ આવેલી છે તેમજ પડતર અને બિન ઉપજાઉ જમીનોમાં બાગાયતી અને ઔષધિય પાકોના વાવેતરની વિપૂલ સંભાવનાઓ છે.મુખ્ય પ્રધાને ખાસ કરીને રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનનો પ્રથમ તબક્કે રાજ્યના પાંચ જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અમલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ મિશન અન્વયે બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલા વિસ્તારો અને સરવે નંબરની અંદાજે ર૦ હજાર હેકટર જમીન ફકત આવા પાક વાવેતર માટે ૩૦ વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે. આના પરિણામે, બિન ઉપજાઉ સરકારી પડતર જમીનોનો યોગ્ય ઉપયોગ કરીને ફળ-ફૂલ, શાકભાજી, મસાલા તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવા પ્રોત્સાહન મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here