ગુજરાતમાં પંતગની દોરીથી યુવાનનું ગળું કપાતા ત્રણના મોત

0
273
ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, તે વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે બોરસદની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, તે વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે બોરસદની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અમદાવાદ: ગુજરાતમાં વડોદરા, ભરૂચ અને આણંદમાં પતંગની દોરીથી ગળાં કપાઇ જતા ત્રણ જણનાં મોત થયાં હતા જ્યારે સુરતમાં ધાબેથી નીચે પટકાતા એકનું મોત થયું હતુ.
વડોદરામાં ગળું કપાઈ જવાથી યુવકનું મોત નીપજ્યું હતુ જ્યારે આણંદમાં ચાર વર્ષના બાળકનું ગળું કપાયું હતું. આ ઉપરાંત પતંગ પકડવાની લ્હાયમાં સુરત સંગ્રામપુરા મેઇન રોડ પરની એક બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાતાં અક્ષય રાજુભાઇ ભાગવત (ઉ.વ. ૧૦ રહે રાજસ્થાન) નામના બાળકનું મોત થયુ હતુ. જ્યારે ભરૂચ તાલુકાના પારખેત પીપલીયા ગામનો યુવાન મહેન્દ્ર પરમાર ટુ વ્હીલર લઈ પોતાના ગામથી ભરૂચ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન રહાડપોર ગામ નજીક અચાનક માર્ગમાં પતંગનો ધારદાર દોરો આવી જતા તેનું ગળું કપાઈ ગયું હતું. યુવાનનું સારવાર પહેલા જ મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં નંદેસરી ઓવર બ્રિજ પરથી ૧૯ વર્ષનો દીપક રબારી નામનો યુવક બહેનના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બ્રિજ પરથી પસાર થતા સમયે પતંગનો દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. પરંતુ દોરો તેના ગળામાં એવી રીતે ફરી વળ્યો કે તેનું ગળું કપાઈ ગયું હતું. ગળું કપાઈ જતા રોડ પર લોહીનું ખાબોચિયુ ભરાઈ ગયું હતું. પતંગના દોરીએ દીપકનો જીવ લીધો હતો. તહેવારના દિવસે જ દીપકનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન આણંદ પાસે બોચાસણ ગામ પાસેના રોડ પર ડભાસી ગામના મયંક ચૌહાણ નામના બાળકનું ગળું ચાઈનીસ દોરીમાં કપાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here