ગુજરાત સરકારે વર્ગ-4ના કર્મચારીઓની સુધારી દિવાળી, નીતિન પટેલે કરી મોટી જાહેરાત

0
1103

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. રાજ્યના 32 હજારથી વધુ વર્ગ-4ના કર્મચારીઓને 3,500 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. સરકાર પંચાયત, ગ્રાન્ડેટ સંસ્થા, યુનિવર્સિટીઓ સહિતની વિવિધ હોસ્પિટલમાં સરકાર ગ્રાન્ટ આપે તેવા વર્ગ-4નાં કર્મચારીઓને દિવાળી બોનસનો લાભ આપવામા આવશે.

દિવાળી પહેલા વર્ગ ચારના અધિકારીઓને સરકાર ખુશ કરવાની કોશિષ કરી છે. જેનાથી સરકારને લગભગ 14થી 15 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. તે ઉપરાંત સરકારે તલાટીઓને પણ ખુશ કર્યા છે. તલાટી મંત્રીઓ દ્વારા કરવામા આવેલી ત્રણેય માંગણીનો સરકારે સ્વીકાર કર્યો છે. આમ દિવાળી પહેલા સરકારે વર્ગ 3-4ના અધિકારીઓને ખુશ કરી દીધા છે. આમ ગુજરાત સરકારે ઘણા બધા અલેલ પોંચાડતા મુદ્દાઓમાંથી બે મુદ્દાઓને ક્લિયપ કર્યા છે, જોકે આગામી સમયમાં 2019ની ચૂંટણીનો પણ ભાજપને સામનો કરવાનો છે. તેવામા સરકાર માટે હજુ ખેડૂતોની સમસ્યાઓ મોઢૂ ખોલીને ઉભી છે. આ વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ઘણો વધારો થયો છે, જે સરકારને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવામા સરકાર નજીવા મુદ્દાઓને ઉકેલ લાવી રહી છે પરંતુ ખેડૂતોની પાયાની સમસ્યાઓ વિશે સરકાર કોઈ યોગ્ય જાહેરાત કરી રહી નથી. મગફળી માટે સરકારે ટેકાના ભાવની જાહેરાત કરી છે, જોકે તેમા પણ નોંધણીને લઈને ધાંધીયા ઉભા થતાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતો ઘણા સમયથી ભાવાંતર યોજનાને લાગુ કરવાની માંગણી કરી રહ્યાં છે, તે ઉપરાંત પોતાના પાકની યોગ્ય કિંમત મળે અને વરસાદની અછતથી થયેલા નુકસાનનો બોજો ખેડૂત પરથી ઓછો કરવા સરકારેને વારંવાર માગણી કરવામા આવી રહી છે. જોકે નિષ્ઠુર સરકાર પર ખેડૂતોની આ માંગણીને લઈને કોઈ જ અસર થઈ રહી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here