ગ્લોબલ વોર્મિંગથી મૃત્યુ અને બિમારીનો ખતરો વધ્યો

0
879
એજન્સી, લંડન:
વિશ્વમાં જળવાયુ પરિવર્તન(ગ્લોબલ વોર્મિંગ)ના કારણે વૈશ્વિક વસ્તીના એક મોટા ભાગમાં ગરમીથી થનાર મોત અને બિમારીનો ખતરો વધી ગયો છે. ‘લાંસેટ’ જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં આ જાણકારી આપવામાં આવી છે.
તાજેતરના આ અધ્યયન લેખ અનુસાર એટલું જ નહીં, એના કારણે ભારત, આફ્રિકાના ઉપ-સહારા ક્ષેત્ર અને દક્ષિણ અમેરિકા જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં કામ કરવાના કલાકામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીથી પેદા થતી સંવેદનશીલતા આ વાતનો સંકેત છે કે હવે આપણો સામનો ગરમ વાતાવરણ સાથે વધારે થઈ રહ્યો છે.
અધ્યયન અનુસાર, છેલ્લા બે દાયકામાં વૈશ્વિક તાપમાનમાં સરેરાશ 0.8 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થઈ છે, જે ચિંતાનો વિષય છે.
જોકે, શોધકર્તાઓએ સ્વાસ્થ્ય, પરિવહનની સારી વ્યવસ્થા અને પ્રણાલી, સ્વાસ્થ્ય પ્રણાલીના ક્ષેત્રોમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે.
બ્રિટનની યોર્ક યુનિવર્સિટીની હિલેરી ગ્રાહમે કહ્યું કે, વર્તમાન હવાઓમાં ગરમ હવામાં બદલાવ અને શ્રમની ક્ષમતામાં શરુઆતી ચેતવણીની તરફ ઈશારો કરે છે કે જો તાપમાન આ રીતે વધતું રહેશે તો લોકોના સ્વાસ્થ્ય પર ઘાતક અસર પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here