ચાંદીએ ૬૭,૦૦૦ની સપાટી ગુમાવી, સોનામાં સુધારો

0
399
વિશ્ર્વબજારમાં ગોલ્ડ સહેજ ઘટાડા સાથે ૧૮૯૫ ડોલરની સપાટીએ, જ્યારે સિલ્વર ૨૬.૩૪ ડોલરની સપાટીએ ફ્લેટ રહી હતી.
વિશ્ર્વબજારમાં ગોલ્ડ સહેજ ઘટાડા સાથે ૧૮૯૫ ડોલરની સપાટીએ, જ્યારે સિલ્વર ૨૬.૩૪ ડોલરની સપાટીએ ફ્લેટ રહી હતી.

મુંબઇ: નવા વર્ષના પહેલા દિવસે બુલિયન બજારમાં અનિશ્ર્ચિત અને વિરોધાભાસી ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સોનામાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીએ ૬૭,૦૦૦ની સપાટી ગુમાવી હતી. શુદ્ધ સોનું ૧૦ ગ્રામે રૂ.૫૦,૨૦૨ના પાછલા બંધ સામે રૂ. ૯૬ના સુધારા સાથે રૂ. ૫૦,૨૯૮ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે સ્ટાન્ડર્ડ સોનું રૂ.૫૦,૦૦૧ના પાછલા બંધ સામે એટલા જ સુધારા સાથે રૂ. ૫૦,૦૯૭ની સપાટીએ સ્થિર થયું હતું.
જ્યારે હાજર ચાંદી એક કિલોદીઠ રૂ. ૬૭,૩૮૩ના પાછલા બંધ સામે રૂ.૪૨૦ના ઘટાડા સાથે રૂ. ૬૬,૯૬૩ની સપાટીએ સ્થિર થઇ હતી. મહત્ત્વના આર્થિક ડેટાની જાહેરાત અગાઉના સાવચેતીના માહોલ સાથે વૈશ્ર્વિક સ્તરે મિશ્ર સંકેત મળી રહ્યાં હોવાથી સપ્તાહ દરમિયાન સોનાના ભાવ રેન્જ બાઉન્ડ જ રહ્યાં હતાં. વિશ્ર્વબજારમાં ગોલ્ડ સહેજ ઘટાડા સાથે ૧૮૯૫ ડોલરની સપાટીએ, જ્યારે સિલ્વર ૨૬.૩૪ ડોલરની સપાટીએ ફ્લેટ રહી હતી. દિલ્હી સર્રાફા બજારમાં સોનાચાંદીમાં નરમાઇની ચાલ જોવા મળી હતી. સોનું રૂ. ૨૦ ઘટીને ૪૯,૬૭૮ બોલાયું હતું. જ્યારે ચાંદી ૪૦૪ના ઘટાડા સાથે ૬૭૫૨૦ની સપાટીએ પહોંચી હતી. વાયદા બજારમાં જોકે સાધારણ સુધારો રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here