ચાંદી ₹ ૩૭૫૯ અને સોનું ₹ ૪૦૭ ચમક્યું

0
301
વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની નીકળેલી નવેસરથી લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૫ વધીને રૂ. ૪૯,૧૯૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૦૭ વધીને રૂ. ૪૯,૩૯૩ના મથાળે બંધ રહ્યા હતા.

મુંબઈ: યુરોપમાં વેક્સિનના પુરવઠાની આશંકાને કારણે વૈશ્ર્વિક ઈક્વિટી બજારને ફટકો પડ્યો હોવાથી આજે લંડન ખાતે સોનાચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક સોનાચાંદી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૫થી ૪૦૭નો ચમકારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો આવ્યો હોવાથી આયાત પડતર ઘટતાં વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૭૫૯નો ઉછાળો આવ્યો હતો. યુરોપ ખાતે વેક્સિનના પુરવઠા અંગેની આશંકા સેવાઈ રહી હોવાથી આર્થિક વૃદ્ધિની ચિંતા ફરી સપાટી પર આવતાં આજે લંડન ખાતે રોકાણકારોની સોનામાં સલામતી માટેની લેવાલી નીકળતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૧૮૫૧.૨૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ૧૮૫૪.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૨.૨ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૬.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વૈશ્ર્વિક બજારમાં ચાંદીના ભાવ ૨.૨ ટકાના ઉછાળા સાથે ૨૭ ડૉલરની નજીક પહોંચ્યાના અહેવાલ સાથે સ્થાનિક સોનાચાંદી બજારમાં પણ સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૭૫૯ના ઉછાળા સાથે રૂ. ૬૯,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૬૯,૭૨૬ની સપાટીએ બંધ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here