ટીવીનું રિમોટ ફાટતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

0
787
blast in tv remote control in dang 9 year old boy injured
blast in tv remote control in dang 9 year old boy injured

(જી.એન.એસ.)ડાંગ,
સામાન્ય રીતે માતા પિતા પોતાના નાના બાળકોને ક્યારેક રમવા માટે મોબાઇલ ફોન, ઇલેક્ટરિક રમકડા કે પછી ટીવીના રીમોર્ટ રમવા આપતા હોય છે. પરંતુ આવા માતા પિતા એ જાણતા નથી કે પોતાનું બાળક જે ઇલેક્ટ્રીક વસ્તુ કે રમકડાથી રમી રહ્યા છે તેનાથી તેમના બાળકને જીવનું જોખમ છે. માતા પિતાની આંખ ઉઘાડતી એક ઘટના ડાંગમાં બની છે. જ્યાં નવ વર્ષનો બાળક ટીવીનું રિમોર્ટ રમતો હતો. તે સમયે રિમોર્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેનાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. જેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ડાંગના ધોળવહળ ગામમાં નવ વર્ષનો સુરજ ભાગવત પોતના ઘરમાં ટીવીનું રિમોર્ટ રમી રહ્યો હતો. આ સમયે અચાનક જ ટીવીના રિમોર્ટમાં બ્લાસ્ટ થતાં સુરજના હાથ અને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ અંગે પરિવારને જાણ થતાં ૧૦૮ની મદદથી સામગહાન આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર થઇ હતી. આમ પોતાના બાળકોને ઇલેક્ટ્રીક વસ્તુઓ રમવા આપતા માતા પિતા માટે આ આંખ ઉઘાડતો કિસ્સો ગણી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here