તમારો એક મત દેશને સલામત, સમર્થક અને સમૃદ્ધ બનાવી શકે છેઃ અમિત શાહ

0
881

(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૩
ભાજપના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહે સવારે સાડા નવ વાગ્યા પછી મતદાન કર્યું હતું. તેઓ ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પત્ની અને પુત્ર તથા પુત્રવધૂ તેમ જ નાની પૌત્રી સાથે તેઓ મતદાન મથકમાં ગયા હતા, જ્યાં પરિવારના સભ્યો સાથે અમિત શાહ મતદાન કર્યું હતું.
અમિત શાહે મીડિયાના લોકો સાથે પણ ટૂંકી વાત કરી હતી. આ લોકતંત્રનો ઉત્સવ છે. તમામ લોકોએ તેમાં ભાગીદાર બનવું જાઈએ.
તમારો એક મત દેશને અને સમર્થ તેમજ સમૃદ્ધ બનાવી શકે છે. તમારો એક મત વિકાસના પાટા પર ચડાવી શકે છે. પ્રથમ વખત મત આપી રહેલા મતદારોને તેઓ અપીલ કરતા જણાવ્યું હતું કે તમારે ભવિષ્યના માર્ગના નિર્માણ માટે મતદાન કરવાનું છે.
વધુને વધુ મતદાન કરીને આપણે દેશની સુરક્ષા તથા આર્થિક પ્રગતિ વધારવા માટે લોકતંત્ર અને સફળ બનાવીએ આટલી વાત કરી અમિત શાહ નીકળી ગયા હતા મીડિયા દ્વારા તેમને કેટલાક સવાલો પૂછ્યા હતા પરંતુ તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here