દરેક ઘરમાં વીજળીઃ લક્ષ્ય માટે કટિબદ્ધ સરકાર

0
1099

દરેક ઘરમાં વીજળીઃ લક્ષ્ય માટે કટિબદ્ધ સરકાર

— શ્રી આર કે સિંહ

કેન્દ્રીય ઊર્જા અને નવીન તથા નવીનીકરણીય ઊર્જા મંત્રી

અમે અમારી સામે એક લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે – દેશમાં બધાને 24×7 વીજળી ઉપલબ્ધ કરાવવાનો. અહીં વીજળી ઉપલબ્ધ કરાવવાનો અર્થ માત્ર વીજળીનાં થાંભલા ઊભા કરવાનો નથી, પણ એમાં સંપૂર્ણ વીજ ક્ષેત્ર માટે જરૂરી માળખાગત સુવિધાઓ ઊભી કરવાની કામગીરી પણ સામેલ છે, જેથી દેશવાસીઓ સુધી વીજળીનો સારો અને વિશ્વસનિય પુરવઠો સુનિશ્ચિત કરી શકાય. આપણે આપણા લક્ષ્યાંકને પાર પાડવા તરફ અગ્રેસર છીએ. આ એક એવું વ્યાપક પરિવર્તન હશે, જે આટલાં વિસ્તૃત સ્તરે દુનિયાભરમાં ક્યાંય જોવા મળ્યું નથી.

દેશે 28 એપ્રિલ, 2018નાં રોજ 100 ટકા ગ્રામીણ વીજળીકરણનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરી લીધો હતો, જે દરેક ઘરે વીજળી પહોંચાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ઉદ્દેશ, વીજળીનાં પુરવઠાથી વંચિત 18,500 ગામડાઓ સુધી વીજળી પહોંચાડવાની સાથે આઝાદીનાં 70 વર્ષ પછી પણ અંધારામાં જીવતા ગરીબો સુધી પહોંચીને એમનાં જીવનને સરળ બનાવવાનો હતો. અમારી સામે અનેક પડકારો હતા. આ પડકારો આટલા લાંબા સમય સુધી ગામડાઓમાં વીજળીનો પુરવઠો પહોંચાડવામાં અવરોધરૂપ હતા.

આ 18,500 ગામડાઓમાંથી મોટાં ભાગનાં ગામડાઓ દુર્ગમ વિસ્તારોમાં સ્થિત હતા, પહાડો-જંગલોમાં સ્થિત હતા અને નક્સલવાદી ઉગ્રવાદથી અત્યંત ખરાબ રીતે પ્રભાવિત હતા. આ ગામડાઓ સુધી વીજળીનાં થાંભલા/ઉપકરણો/સામગ્રી પહોંચાડવા અને ત્યાં કામ કરવા માટે કારીગરો અને શ્રમિકોને લઈ જવા દ્રઢ નિશ્ચય અને લગનની જરૂર હતી. કામમાં પ્રગતિની સાથે-સાથે મુશ્કેલીઓનું સ્તર પણ વધતું ગયું. અરુણાચલ પ્રદેશ (272 ગામ), જમ્મુ અને કાશ્મીર (54), મેઘાલય (9) અને મણિપુરનાં (12) ગામોમાં કુલ મળીને લગભગ 350 ગામડાંઓ એવા દુર્ગમ અને મુશ્કેલ વિસ્તારોમાં સ્થિત છે, જ્યાં સુધી વીજળીની સામગ્રી માથા પર ઊંચકીને પહોંચાડવામાં આવી હતી. કેટલાંક ગામડાઓ સુધી સામગ્રી પહોંચાડવામાં 10 દિવસ સુધી ચાલતા જવું પડ્યું હતું. જમ્મુ અને કાશ્મીર તથા અરુણાચલ પ્રદેશોનાં થોડાં ગામડાઓમાં સામગ્રી હેલિકોપ્ટર મારફતે પહોંચાડવી પડી હતી.

આ જ રીતે 2,762 ગામડાંઓ એવા હતા, જે એટલાં દુર્ગમ અને અગમ્ય વિસ્તારોમાં સ્થિત હતા કે ત્યાં વિદ્યુત ગ્રિડ નેટવર્કને સ્થાપિત કરવાનું વ્યવહારિક નહોતું. એટલે આ પ્રકારનાં ગામડાઓમાં સૌર ઊર્જા આધારિત વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે. બિહાર, ઝારખંડ, છત્તિસગઢ, મધ્યપ્રદેશ અને ઓડિશામાં નક્સવાદી ઉગ્રવાદથી પ્રભાવિત 7,614 ગામડાઓનું વીજળીકરણ કરવામાં પણ બહુ મોટા પડકારનો સામનો કરવો પડ્યો.

આ તમામ ગામડાઓનાં વીજળીકરણથી એમનાં સામાજિક-આર્થિક વિકાસનો માર્ગ પ્રશસ્ત થયો છે. અમને ખુશી છે કે, સમય અગાઉ આ લક્ષ્યાંકને સિદ્ધ કરી લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમે સહકારી સંઘવાદનું એક સફળ ઉદાહરણ સ્થાપિત કર્યું છે, જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, વીજ વિતરણ કંપનીઓ અને વહીવટીતંત્રએ સહિયારા લક્ષ્યાંક માટે એકસાથે મળીને પ્રયાસો કર્યા છે.

પછીનું પગલું હતું – દરેક ઘરમાં વીજળીનો પુરવઠો પહોંચાડવો. પ્રધાનમંત્રીજીએ સપ્ટેમ્બર, 2017માં દરેક ઘરે વીજળી પહોંચાડવાના લક્ષ્યાંકની સાથે ‘પ્રધાનમંત્રી સહજ વીજળી ઘર યોજના’ – ‘સૌભાગ્ય’ની શરૂઆત કરી હતી. માર્ચ, 2019 સુધી નિર્ધારિત સમયમર્યાદામાં આ લક્ષ્યાંકને હાંસલ કરવાનો પડકાર અમે સ્વીકાર્યો હતો. જેમ કે, યોજનાનાં નામ પરથી એની વિશષતાની જાણકારી મળે છે – સહજ અર્થાત સરળ/આસાન/કોઇ ઝંઝટ વિનાનું અને ‘હરઘર’ એટલે કે સમાવેશી રીતે તમામ ઘરનું વીજળીકરણ. વિશ્વમાં અન્ય ક્યાંય પણ આટલાં મોટા પાયે આ પ્રકારનો સમયબદ્ધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો નથી. અમે દરરોજ લગભગ 1  લાખ ઘરોમાં વીજળીનું કનેક્શન આપી રહ્યાં છીએ. જ્યારે ઘરમાં વીજળીની રોશની આવે છે, ત્યારે લોકોનાં ચહેરાં પરની ખુશી જોવાલાયક હોય છે.

અમે સૌભાગ્ય (ઓક્ટોબર, 2017થી શરૂઆત) અંતર્ગત 2 કરોડ ઘરોને વીજળીનું કનેક્શન આપીને (19 નવેમ્બર, 2018નાં રોજ) એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.

અંતરિયાળ વિસ્તારોમાં જોડાણ આપવાની સાથે-સાથે વિતરણ અને સબ-ટ્રાન્સમિશનનાં ક્ષેત્રમાં બેકઅપ સિસ્ટમ નેટવર્કને મજબૂત કરવાનું પણ મહત્ત્વપૂર્ણ છે. તેની સાથે મીટરિંગ, વીજ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ અને ઓટોમેશનને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે, જેથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વિશ્વસનિયતાની સાથે વીજળીનો પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરી શકાય. આ માટે ભારત સરકાર ગ્રામીણ વિસ્તારો માટે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના (ડીડીયુજીજેવાય) અને શહેરી ક્ષેત્રો માટે એકીકૃત વિદ્યુત વિકાસ યોજના (આઈપીડીએસ)નાં માધ્યમથી રાજ્યોને નાણાકીય સહાયતા પ્રદાન કરી રહી છે. આ યોજનાઓ અંતર્ગત 1,40,000 કરોડ રૂપિયાનાં રોકાણની યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત 1,204 નવા સબ-સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે, હાલનાં 1,601 સબ-સ્ટેશનોની ક્ષમતામાં વધારો થયો છે, 1,16,101 નવા વિતરણ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યાં છે અને 1,11,734 કિલોમીટરની હાઈ-ટેન્શન (એચટી) લાઇનો અને 98,028 કિલોમીટર કિલો-ટેન્શન (એલટી) લાઇનોની સ્થાપનાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનાઓ મારફતે સુદ્રઢ થયેલી વીજ વ્યવસ્થાની સાથે-સાથે ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના (ઉદય) અંતર્ગત અપનાવવામાં આવેલા આ સુધારા તમામને 24×7 વીજળીનાં સતત ગુણવત્તાયુક્ત પુરવઠાનો માર્ગ સુગમ બનાવશે.

ઉદય યોજના અંતર્ગત હાથ ધરવામાં આવેલા પ્રયાસોનાં ફળસ્વરૂપે (1) સંપૂર્ણ ટેકનિક અને વાણિજ્યિક નુકસાન (એટીએન્ડસી) 20.77 ટકાથી ઘટીને 18.72 ટકા થયું છે, (2) એસીએસ-એઆરઆર (સરેરાશ પુરવઠાનો ખર્ચ – સરેરાશ મહેસૂલી ખર્ચ) તફાવત 60 પૈસા/યુનિટથી ઘટીને 17 પૈસા/યુનિટ થયો છે, (3) યુટિલિટીઓ/રાજ્યોને વ્યાજ પર ખર્ચ લગભગ 31,800 કરોડ રૂપિયાની બચત થઈ છે અને નુકસાન 51,575 કરોડથી ઘટીને 15,132 કરોડ થયું છે. એનટીપીસી અને અન્ય વિદ્યુત ઉત્પાદક કંપનીઓ અભિનંદનને પાત્ર છે કે કોલસાની કિંમત, ભાડાં અને અન્ય ખર્ચાઓમાં વધારો થવાં છતાં વીજળીની ખરીદ કિંમતો લગભગ સ્થિર રહી છે.

સરકારની આ પહેલોનું પરિણામ છે કે, વિશ્વ બેંકનાં સરળતાથી વીજળી પ્રાપ્ત કરવા સાથે સંબંધિત સૂચકાંકમાં ભારત આ વર્ષે 24માં સ્થાને આવી ગયું છે, જ્યારે વર્ષ 2014માં આપણો ક્રમ 111મો હતો. આટલી મોટી હરણફાળ સરકારનાં અભિગમને દર્શાવે છે, જે પરિણામ પ્રાપ્ત કરવાનો દૃઢ વિશ્વાસ ધરાવે છે.

વીજળીનાં પુરવઠાની બાબતમાં અમે ‘એક રાષ્ટ્ર, એક ગ્રિડ’નાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરી લીધો છે. ગ્રિડનાં નિર્માણમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે અને છેલ્લાં ચાર વર્ષોમાં આ વધીને સરેરાશ દર વર્ષે 24,908 કિલોમીટર થઈ હતી. આ ગ્રિડ દેશનાં એક ખૂણામાંથી બીજા ખૂણા સુધી વીજળીનાં હસ્તાંતરણને સુનિશ્ચિત કરે છે. વર્ષ 2014-18 દરમિયાન ટ્રાન્સફોર્મેશન ક્ષમતામાં પણ લગભગ 2.96 લાખ એમવીએનો વધારો થયો છે. ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડ વ્યવસ્થામાં પારદર્શકતા અને કુશળતા આવી છે.

દરરોજ 1 લાખ નવા ઉપભોક્તાઓ જોડાવાની સાથે અર્થવ્યવસ્થાનાં વિકાસનું પરિણામ છે કે આ મહિનાઓમાં અમારી વીજળીની માંગ 10 ટકાથી પણ વધારે દરથી વધી છે. જે પરિવર્તન આપણે લાવી રહ્યાં છીએ, એ અભૂતપૂર્વ છે. પણ આપણે હજુ ઘણું કામ કરવાનું છે. અમારું વિઝન સ્પષ્ટ છે અને સંકલ્પ દૃઢ છે!

અમારું આકલન છે કે, અત્યારે વીજળીના જોડાણ વિનાનાં ઘરની સંખ્યા 50 લાખથી પણ ઓછી છે. જો આ જ ઝડપે વીજળીનું જોડાણ આપવાની સુવિધા ચાલુ રહેશે, તો આગામી લગભગ 50 દિવસમાં દેશનાં તમામ ઘરોનું વીજળીકરણ પૂર્ણ થઈ જશે. જો ઝડપ વધશે તો એનાં કરતાં પણ ઓછા દિવસ લાગશે. વિશ્વભરમાં આપણી પ્રગતિને આશ્ચર્ય અને પ્રશંસા સાથે જોવામાં આવે છે. એને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીએ આ વર્ષની મહાન સફળતાઓમાં સ્થાન આપ્યું છે.

દેશમાં વીજળીની વધતી માંગને, જેમાં ભવિષ્યમાં વધારે થવાની શક્યતા છે, પૂર્ણ કરવા માટે વીજ ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કરવાની જરૂર છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન કુલ સ્થાપિત ક્ષમતામાં 1 લાખ મેગાવોટની વૃદ્ધિ થઈ છે. એમાં 4.2 ટકા ઊર્જાનાં નુકસાનનો લગભગ અંત લાવવા 0.7 ટકાનાં સ્તર પર લાવવામાં સહાયતા મળી છે. પોતાની સ્થાનિક માંગને પૂર્ણ કરવા ભારત પહેલી વાર વીજળીનો નિકાસકાર દેશ બની ગયો છે. અમે 7,203 એમયુ વીજળીની નિકાસ નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાંમાર જેવા પડોશી દેશોને કરી રહ્યાં છીએ.

પોતાનાં વીજળી ઉત્પાદનને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે અમે વર્ષ 2022 સુધી 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રાપ્ત કરવા માટે એક રોડમેપ બનાવ્યો છે. એમાં 100 ગીગાવોટ સૌર ઊર્જા અને 60 ગીગાવોટ પવન ઊર્જા સામેલ છે. છેલ્લાં સાડા ચાર વર્ષમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતા બમણાથી વધારે વધી છે અને આ 34,000 મેગાવોટથી વધીને 72,000 મેગાવોટ થઈ ગઈ છે. સાથે-સાથે સૌર ઊર્જાની ક્ષમતામાં આઠ ગણો વધારો થયો છે. અમે આંતરરાષ્ટ્રીય મંચ પર આપણી કટિબદ્ધતા પૂર્ણ કરવા અગ્રેસર છે.

અમે વીજળીની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી રહ્યાં છીએ, સાથોસાથ ઊર્જાદક્ષતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પણ સમજીએ છીએ. ઉપભોક્તાઓમાં ઊર્જાનાં અસરકારક પ્રયોગને પ્રોત્સાહન આપવા માટે અનેક અભિનવ અને દૂરંદેશી નીતિગત પ્રયાસ થઈ રહ્યાં છે. ઉજાલા, સ્ટાર લેબલિંગ કાર્યક્રમ, ઊર્જા સંરક્ષણ બિલ્ડિંગ કોડ, પરફોર્મ – એચીવ – ટ્રેડ (પીએટી) એવી જ પહેલો છે. ઉદ્યોગો માટે પીએટીનાં પ્રથમ તબક્કામાં 86 લાખ ટન ઓઇલને સમકક્ષ ઊર્જાની બચત થઈ છે, જે ભારતની પ્રાથમિક ઊર્જાનાં પુરવઠાનો લગભગ 1.23 ટકા હિસ્સો છે. પીએટીનાં બીજા રાઉન્ડમાં એનાથી પણ વધારે બચત થવાનો અંદાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here