દીપિકા પાદુકોણે સોશ્યલ મિડિયા પર પોસ્ટ ડિલિટ કરી

0
331
સોશ્યલ મિડિયા પરથી દીપિકાની તમામ પોસ્ટ ડિલિટ થઇ એ કદાચ 2020ના છેલ્લા દિવસની સૌથી વિસ્મયજનક ઘટના હતી. આમ થવાનું રહસ્ય હજુ અકબંધ છે. ખુદ દીપિકા કોઇ સ્પષ્ટતા કરે તો ખ્યાલ આવે કે એની તમામ પોસ્ટ ઓચિંતી શી રીતે અદ્રશ્ય થઇ ગઇ.
સોશ્યલ મિડિયા પરથી દીપિકાની તમામ પોસ્ટ ડિલિટ થઇ એ કદાચ 2020ના છેલ્લા દિવસની સૌથી વિસ્મયજનક ઘટના હતી. આમ થવાનું રહસ્ય હજુ અકબંધ છે. ખુદ દીપિકા કોઇ સ્પષ્ટતા કરે તો ખ્યાલ આવે કે એની તમામ પોસ્ટ ઓચિંતી શી રીતે અદ્રશ્ય થઇ ગઇ.

ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશ્યલ મિડિયા (ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગેરે) પરની પોતાની તમામ પોસ્ટ ડિલિટ કરી નાખતાં એના હજારો ફેન્સ ચિંતિત થઇ ગયા હતા.દીપિકાના સોશ્યલ મિડિયા પરના તમામ સંપર્કો તૂટતાં અને એની તમામ પોસ્ટ એક ઝાટકે ડિલિટ થઇ જતાં હજારો ફેન્સે ચિંતા વ્યક્ત કરી હતી. કેટલાકે એવી શંકા વ્યક્ત કરી હતી કે ક્યાંક દીપિકાનો એકાઉન્ટ હેક તો નથી થયો ને. પહેલાં તો હજારો ફેન્સ આશ્ચર્યચકિત થઇ ગયા હતા કે ઓચિંતી દીપિકાની તમામ પોસ્ટ કેવી રીતે અદ્રશ્ય થઇ ગઇ. અત્રે એ યાદ કરવા જેવું છે
કે હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ મૃત્યુના પગલે જે ફણગા ફૂટ્યા એમાં એક મુદ્દો ડ્રગના સેવન અને ડ્રગની હેરફેરને લગતો હતો. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ દીપિકાના ફોનમાં વ્હૉટ્સ એપ દ્વારા ડ્રગ વિશે થયેલી પૂછપરછના આધારે દીપિકાને પણ તેડાવી હતી અને કલાકો સુધી એની પૂછપરછ કરી હતી કે ક્યાંક એ તો ડ્રગની બંધાણી નથી ને. દીપિકાએ વ્હૉટ્સ એપ દ્વારા ડ્રગ વિશે પૂછ્યું હોવાનો એકરાર કર્યો હતો પરંતુ પોતે ડ્રગની બંધાણી નથી એવી સ્પષ્ટતા કરી હતી. અત્યાર અગાઉ દીપિકા પણ ઘેરા ડિપ્રેશનનો શિકાર બની ગઇ હતી. એ માટે મનોચિકિત્સા લીધા બાદ એણે ડિપ્રેશનનો ભોગ બનતા લોકોને સહાયરૂપ થવા માટે ખાસ કેન્દ્રો ખોલ્યાં હતાં.દીપિકાએ ટોચના અભિનેતા રણવીર સિંઘ સાથે લગ્ન કર્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here