ધોરણ-12ની ૨૩ અને ધોરણ- 10ની ૨૯ એપ્રિલથી પરીક્ષા

0
301
. જોકે, કોરોના વાઇરસનું ઘાતક રૂપ સામે આવતા મુંબઇ મહાનગરપાલિકાએ આગામી આદેશ ન આવે ત્યાં સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. દસમા-બારમાની પરીક્ષા નજીક આવી રહી છે
. જોકે, કોરોના વાઇરસનું ઘાતક રૂપ સામે આવતા મુંબઇ મહાનગરપાલિકાએ આગામી આદેશ ન આવે ત્યાં સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. દસમા-બારમાની પરીક્ષા નજીક આવી રહી છે

મુંબઇ: છેલ્લા દસ મહિનાથી શાળા-કૉલેજો બંધ હોવાને કારણે રાજ્યમાં દસમા-બારમાની પરીક્ષા ક્યારે શરૂ થશે તેની મૂંઝવણ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવી રહી હતી ત્યારે ગુરુવારે શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે સ્ટેટ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરીને લાખો વિદ્યાર્થીઓને રાહત આપી હતી. વર્ષા ગાયકવાડે આ અંગે જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા લેખિત સ્વરૂપે લેવામાં આવશે. બારમા ધોરણની પરીક્ષા ૨૩ એપ્રિલના રોજ લેવામાં આવશે અને તેના પરિણામ જુલાઇ મહિનાના અંતમાં જાહેર થશે. તેવી જ રીતે દસમા ધોરણની પરીક્ષા ૨૯ એપ્રિલથી ૩૧ મેના સમયગાળામાં લેવાશે અને તેના પરિણામ ઑગસ્ટના અંત સુધી જાહેર કરવામાં આવશે. બારમાની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન પહેલીથી ૨૨ એપ્રિલ દરમિયાન તથા દસમાની પ્રેક્ટિકલ પરીક્ષા નવથી ૨૮ એપ્રિલ દરમિયાન કરવામાં આવશે. બંને પરીક્ષાના ટાઇમટેબલ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.નોંધનીય છે કે દસમા-બારમાની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના સમયગાળા દરમિયાન લેવામાં આવતી હોય છે, પરંતુ કોરોનાને કારણે આ વર્ષે પરીક્ષા મોડી આયોજિત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો.રાજ્યમાં કોરોનાનો ફેલાવો વધવાને કારણે માર્ચ મહિનાના અંતથી શાળા-કૉલેજો બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. જોકે, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન ન થાય તે માટે ઓનલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતાં. કોરોનાના કેસની સંખ્યા ઓછી થતાં સરકારે તબક્કાવાર શાળા-કૉલેજ ચાલુ કરવા માટે સ્થાનિક પ્રશાસનને નિર્ણય લેવાની છૂટ આપી હતી.મુંબઇને બાદ કરતા નાશિક અને નાગપુર જેવા અન્ય જિલ્લાઓમાં નવમાથી બારમા ધોરણના પ્રત્યક્ષ વર્ગો ચાલુ કરવામાં આવ્યા હતાં અને હવે ધીરે ધીરે વિદ્યાર્થીઓની હાજરી વધી રહી હોવાથી ૨૭ જાન્યુઆરીથી પાંચથી આઠમા ધોરણના વર્ગો પણ ચાલુ કરવામાં આવશે એવું ગાયકવાડે જણાવ્યું હતું. જોકે, કોરોના વાઇરસનું ઘાતક રૂપ સામે આવતા મુંબઇ મહાનગરપાલિકાએ આગામી આદેશ ન આવે ત્યાં સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. દસમા-બારમાની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે પરીક્ષામાં વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પ્રત્યક્ષ વર્ગો શરૂ કરવાની માગણી વાલીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here