ધો. ૧૦-૧રના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇનઃ ડિસેમ્બરથી શરૂ થશે

0
976

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-ર૦૧૯થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની જાહેર પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન. ડિસેમ્બર માસના અંતથી શરૂ થઈને પરીક્ષાઓ ચાલુ રહેશે ત્યાં સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સ્પર્ટ કાઉ‌િન્સલર તેમજ સાઈકોલો‌િજસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ટોલ ફ્રી હેલ્પલાઇન નં. ૧૮૦૦ ર૩૩ પપ૦૦ છે. હેલ્પલાઇન સવારે ૧૦-૦૦ થી સાંજે ૦૬-૩૦ ના સમયગાળા દરમિયાન ચાલુ રહેશે
૧૦ ડિસેમ્બરથી સીબીએસઈ શાળાઓમાં પણ ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પૂર્વે જેમાં વિદ્યાર્થીઓને બદલાયેલી પરીક્ષા પદ્ધતિ અંગે પણ જાણકારી અપાશે. કાઉન્સેલિંગ સેશન શરૂ કરાશે. આ કાઉન્સેલિંગ સેશનમાં શિક્ષકો, વિષય નિષ્ણાતો અને અન્ય કાઉન્સેલર સાથેની ટીમ રહેશે. તેઓની સાથે-સાથે કેટલાક કિસ્સાઓને પણ સાથે જોડીને જવાબો આપશે.
બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓ પરીક્ષા દરમિયાન ખૂબ તણાવમાં હોય છે અને તણાવમાં અનિચ્છનીય પગલું ભરવા સુધી જતા હોય છે. ત્યારે આ વિધાર્થીઓને માર્ગદર્શન આપવા ‌િસ‌િવલ હોસ્પિટલના માનસિક વિભાગ દ્વારા પણ ૨૪ કલાક હેલ્પ લાઈન શરૂ કરવામાં આવશે. જેનો નંબર છે ૭૦૪૬૧૩૦૬૫૨ રહેશે. આ નંબર ૨૪ કલાક માટે ઉપલબ્ધ રહેશે અને વિદ્યાર્થીઓને મદદ કરશે. કોઈ પણ વિદ્યાર્થી આ નંબર પર ૨૪ કલાક માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે .
આ હેલ્પ લાઈન પર મેડિકલના વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે. ૮ કલાક એક વિદ્યાર્થી અમે ૨૪ કલાક આ વિદ્યાર્થીઓ કામ કરશે. ફોન કરનાર વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી અને જરૂર પડશે તો તેને દવા અને સારવાર પણ સરકારી દવાખાનામાં આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here