નવા નરોડમાં 70 લાખના ફ્લેટમાં રહેતા લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર

0
398
તેવામાં નવા નરોડા વિસ્તારમાં આવેલા વલકેશ્વર હાઇટ્સ, વાલકેશ્વર ફ્લોરા, વચનામૃત સહિત સોસાયટીઓમાં  ચૂંટણીના બહિષ્કારના બેનર લાગ્યા છે.
તેવામાં નવા નરોડા વિસ્તારમાં આવેલા વલકેશ્વર હાઇટ્સ, વાલકેશ્વર ફ્લોરા, વચનામૃત સહિત સોસાયટીઓમાં  ચૂંટણીના બહિષ્કારના બેનર લાગ્યા છે.

અમદાવાદ: રાજકારણમાં માટે એવું કહેવાય છે કે પાંચ વર્ષ ભલે નેતાના હોય પણ એક દિવસ જનતાનો હોય છે. અને જનતાનો એ દિવસ એટલે લોકશાહીનું પર્વ ચૂંટણી  . અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પણ તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અમદાવાદનાપૂર્વ વિસ્તારમાં ધનાઢ્ય વિસ્તારની ગણના થાય છે તેવા નવા નરોડા વિસ્તારમાં પાયાની સુવિધાઓ ન હોવાથી લોકો પરેશાન છે. અહીં 60થી 70 લાખના રેસિડેન્સિયલ ફ્લેટસમાં રહીને પણ રોડ રસ્તા જેવી સુવિધાઓથી તેમને મળતી નથી. એટલે જ અહીંના લોકોએ હવે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે રોડ નહિ તો વોટ નહિ. વોટ માંગવા કોઈપણ પાર્ટીએ અહીં  આવવું નહિ. આ બેનર લાગ્યા છે શહેરના નવા નરોડા વિસ્તારની સોસાયટીઓમાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં છે. તેવામાં નવા નરોડા વિસ્તારમાં આવેલા વલકેશ્વર હાઇટ્સ, વાલકેશ્વર ફ્લોરા, વચનામૃત સહિત સોસાયટીઓમાં  ચૂંટણીના બહિષ્કારના બેનર લાગ્યા છે. સ્થાનિકો અહીં વર્ષોથી રોડની માંગણી કરી રહ્યા છે પણ રોડની સુવિધાઓ અહીંના લોકોને મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here