નુસરત ભરૂચાએ સિંગલ મ્યુઝિક વિડિયો માટે ૧૮ કલાક શૂટિંગ કર્યું

0
315
દર્શકોના પ્રેમ અને વિશ્ર્વાસ માટે હું ઘણી આભારી છું. આ ગીત આટલું બધું સફળ થયું એ ખરેખર અદ્ભુત વાત છે.
દર્શકોના પ્રેમ અને વિશ્ર્વાસ માટે હું ઘણી આભારી છું. આ ગીત આટલું બધું સફળ થયું એ ખરેખર અદ્ભુત વાત છે.

‘પ્યાર કા પંચનામા’ અને ‘લવ સેક્સ ઔર ધોખા’ જેવી ફિલ્મમાં કામ કરીને પ્રસિદ્ધિ મેળવનાર ગ્લેમરસ અભિનેત્રી નુસરત ભરૂચાએ પોતાના પહેલા મ્યુઝિક વિડિયોમાં હની સિંહનો સાથ લીધો છે. ‘સૈયાં જી’ મ્યુઝિક વિડિયો નુસરત માટે ઘણો ખાસ છે. નુસરત જણાવે છે કે હની સિંહ સાથે આ એનો પહેલો સિંગલ મ્યુઝિક વિડિયો છે. ‘દિલ ચોરી, કેયર ની કરદા અને છોટે છોટે પેગ બાદ સૈયાં જી અમારું ચોથું ગીત છે અને આ ગીતે ૧૦૦ મિલિયન વ્યુઝ પાર કરી લીધા છે. દર્શકોના પ્રેમ અને વિશ્ર્વાસ માટે હું ઘણી આભારી છું. આ ગીત આટલું બધું સફળ થયું એ ખરેખર અદ્ભુત વાત છે.’
નુસરત હની સિંહ દ્વારા ગવાયેલા ગીતનો હિસ્સો રહી છે. એણે ઘણી સફળતા મેળવી છે. એની હાલની ફિલ્મ ‘છલાંગ’માં એના સ્વરમાં ગવાયેલું ‘કેઅર ની કરદા’ અને દર્શકોને ગમતી ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’માં એણે ગાયેલાં બે ગીત સાથે એની સફળતાનો સિલસિલો ચાલુ છે. નુસરત કહે છે સૈયાં જી ગીત ખાસ છે. લોકડાઉન ખૂલ્યા બાદ એનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. એ સમયે તે ‘છલાંગ’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. છતાં પણ આ ગીત માટે એણે દિવસના ૧૮ કલાક શૂટિંગ કર્યું. ‘હું ઘણી ખુશ છું કે મને એનાં સફળ પરિણામ જોવા મળ્યાં. અમે એક બ્લોકબસ્ટર ગીત આપ્યું છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here