પેટ્રોલ, ડીઝલના ભાવ ફરી વધ્યા

0
275
.છેલ્લા બે-ત્રણ દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અચાનક વધીને બેરલ દીઠ ૫૯ યુએસ ડૉલર થઇ જવાને કારણે ઘરઆંગણે પેટ્રોલ, ડીઝલમાં ભાવવધારો થયો છે.
.છેલ્લા બે-ત્રણ દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અચાનક વધીને બેરલ દીઠ ૫૯ યુએસ ડૉલર થઇ જવાને કારણે ઘરઆંગણે પેટ્રોલ, ડીઝલમાં ભાવવધારો થયો છે.

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ ગુરુવારે નવી ઊંચાઇએ પહોંચ્યા હતા કારણ કે તાજેતરના સમયમાં ઇંધણના દરોમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયાના અંતર બાદ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં લિટર દીઠ ૩૫ પૈસા વધારો કરવામાં આવ્યો હતો. ભાવવધારા બાદ પેટ્રોલના ભાવરાજધાની દિલ્હીમાં લિટર દીઠ ૮૬.૬૫ રૂપિયા અને મુંબઇમાં લિટર દીઠ ૯૩.૨૦ રૂપિયા થયા છે. મુંબઇમાં ડીઝલના ભાવ લિટર દીઠ ૮૩.૬૭ થયા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કેન્દ્રીય કર, રાજ્યના કર અને ડીલરનું કમિશન ઉમેરીને તેની છૂટક કિંમત નક્કી થાય છે.છેલ્લા બે-ત્રણ દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અચાનક વધીને બેરલ દીઠ ૫૯ યુએસ ડૉલર થઇ જવાને કારણે ઘરઆંગણે પેટ્રોલ, ડીઝલમાં ભાવવધારો થયો છે.ગત વર્ષના માર્ચ મહિનાની મધ્યથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ૧૭.૧૧ રૂપિયાનો અને ડીઝલના ભાવમાં ૧૪.૫૪ રૂપિયાનો વધારો થયો છે.દેશની જરૂરિયાતના ૮૩ ટકા ક્રૂડ ઓઇલની અને લગભગ ૫૦ ટકા ગેસની આપણે આયાત કરીએ છીએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here