બધાને ટ્રેનમાં પ્રવાસ માટે મંજૂરી આપવાની વિચારણા

0
328
ઉલ્લેખનીય છે કે સરકાર માન્ય અત્યંત આવશ્યક સેવાના કર્મચારીઓ માટે મુંબઈની લોકલ ટ્રેનમાં રોજના ૩,૧૪૧ ટ્રેન (પશ્ર્ચિમ રેલવેમાં ૧,૩૬૭ તથા મધ્ય રેલવેમાં ૧,૭૭૪) દોડાવાય છે.
ઉલ્લેખનીય છે કે સરકાર માન્ય અત્યંત આવશ્યક સેવાના કર્મચારીઓ માટે મુંબઈની લોકલ ટ્રેનમાં રોજના ૩,૧૪૧ ટ્રેન (પશ્ર્ચિમ રેલવેમાં ૧,૩૬૭ તથા મધ્ય રેલવેમાં ૧,૭૭૪) દોડાવાય છે.

મુંબઈ: નવા કોરોના સ્ટ્રેનની એન્ટ્રી પછી સરકારે રાજ્યમાં અમુક નિયંત્રણો હળવા તથા નવા નિયંત્રણો લાદવાના અહેવાલ વચ્ચે સરકાર નવી ફોર્મ્યુલા અંતર્ગત તમામ મુંબઈગરાને સવારના સાત વાગ્યા પહેલા અને રાતના દસ વાગ્યા પછી (કોવિડ-૧૯ નિયમોનું પાલન કરતા) ટ્રાવેલ કરવાની પરવાનગી આપવાની વિચારણા ચાલી રહી હોવાનું જણાવાયું હતું.
કોરોનાના કેસમાં સરેરાશ ઘટાડા વચ્ચે આગામી દિવસોમાં તમામ મુંબઈગરા માટે લોકલ ટ્રેનમાં શરતી કદાચ ટ્રાવેલ કરવાનું શક્ય બની શકે છે. રાજ્ય સરકારની નવી દરખાસ્ત પ્રમાણે નોન-પીક અવર્સમાં તમામ પ્રવાસીને ટ્રાવેલ કરવાની કદાચ મંજૂરી આપી શકાય છે. ગયા વર્ષે કોરોનાના કેસમાં સાધારણ નિયંત્રણ જોવા મળ્યા પછી તબક્કાવાર અમુક કેટેગરી (અત્યંત આવશ્યક સેવા સહિત સરકાર માન્ય કર્મચારી)ના લોકો માટે ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી હતી. નવેમ્બર મહિનાથી રેલવેને સરકારે નોન-પીક અવર્સ (સવારના અગિયાર વાગ્યા પછી તથા સાંજના સાત વાગ્યા પછી)માં તમામ પ્રવાસીને ટ્રાવેલ કરવાની મંજૂરી માગી હતી. રેલવેએ તેના જવાબમાં રોજના લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીની સંખ્યા વધારે તથા ટ્રેનની સંખ્યા ઓછી હોવાનું પરોક્ષ રીતે જણાવ્યું હતું. એટલું જ નહીં, નોન-પીક અવર્સમાં પણ લોકો ટ્રેનમાં વધારે ટ્રાવેલ કરે તો સોશિયલ ડિસ્ટન્સ (કોવિડ-૧૯ માર્ગદર્શિકા)ના નિયમોનું પણ પાલન થાય નહીં, તેથી તમામ લોકો માટે ટ્રાવેલ કરવાનું મુશ્કેલ રહેશે. આ સંજોગોમાં તમામ પ્રવાસીને લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું શક્ય બન્યું નથી. તમામ લોકો માટે ટ્રાવેલ કરવા મુદ્દે હાલમાં ફરી તમામ બાબતની સમીક્ષા કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટી સમસ્યા સ્ટેશન પર ક્રાઉડ મેનેજમેન્ટ તથા સોશિયલ ડિસ્ટન્સની છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here