બારડોલીમાં તસ્કરો બેફામ ધોળા દિવસે બંધ ઘરોને નિશાન બનાવી રહ્યા છે

0
968

અભિરામનગરના મુખ્ય માર્ગ પર આવેલ બે ઘરોમાં ચોરી કરી ગયા

તસ્કરો છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે

બારડોલી

સુરત જિલ્લાના બારડોલી નગરના મધ્યે આવેલ અભિરામનગરમાં મુખ્યમાર્ગ ઉપર છેલ્લા બે દિવસથી તસ્કરો ધોળા દિવસે બંધ ઘરને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. સોમવારના રોજ બપોરના સમયે અભિરામનગરના બે ઘરોને તસ્કરોએ નિશાનો બનાવ્યો હતો. અને એક ઘરમાંથી ચાંદીના દાગીના અને પરચુરણ સામાનની ચોરી કરી ગયા હતા. જ્યારે બીજા ઘરમાં પણ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે પરંતુ ઘરના માલિક બહાર હોવાથી ચોરીનો આંકડો જાણી શકાયો નથી.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી નગરમાં ધોળા દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. બારડોલીના મધ્યે આવેલ અભિરામનગરમાં મુખ્ય માર્ગ ઉપર આવેલ મકાન નંબર 14માં રહેતા ગોવિંદભાઇ બાબુભાઇ સોની નાઓની નગરમાં બે જ્વેલર્સની દુકાન આવેલી છે. ઘર બંધ કરીને દુકાને ગયા હતા બપોરના 3 વાગ્યાની આસપાસ આ ઘરમાં મુખ્ય દરવાજાનો નકૂચો તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ઘરના બેડરૂમનો સામાન વેરવિખેર કરી નાંખી કબાટ માંથી ચાંદીના દાગીના તેમજ અન્ય પરચુરણ સામાનની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરોએ સોસાયટીના પાછળના ભાગે આવેલ અન્ય એક બંધ ઘરને પણ નિશાન બનાવ્યું હતું. જે ઘરમાં પણ સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. પરંતુ હાલ આ ઘરના માલિક બહાર ગયા હોવાથી શું ચોરી થયું છે તે જાણી શકાયું નથી.

સોસાયટીમાં આવેલ સ્કૂલને પણ નિશાન બનાવી

બારડોલીના અભિરામનગરમાં તસ્કરો પેઢા પડી ગયા છે છેલ્લા બે દિવસ દરમ્યાન અનેક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મુખ્ય માર્ગ પર આવેલ લિટલ મિલેનિયમ સ્કૂલને પણ નિશાનો બનાવી શિક્ષકોના યુનિફોર્મ તથા રોકડ 15 હજાર રૂપિયાની ચોરી કરી ગયા હતા.

તસ્કરો સીસીટીવીમાં કેદ થયા

આજરોજ ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. મુખ્ય રોડ ઉપર ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોય કેટલાક સોસાયટીના રહીશોને રોડ ઉપર રેકી કરતાં અને વોચમાં ઊભા રહેલા શંકાસ્પદ તસ્કરો ઉપર નજર પડતાં આ તસ્કરો ભાગવા માંડ્યા હતા જેથી સોસાયટીના રહીશોએ તેનો પીછો કર્યો હતો જોકે તસ્કરો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here