બાળકો માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું જોખમી?

0
362
એક અંદાજ પ્રમાણે મુંબઈ સબર્બન રેલવેમાં રોજના ૮૦ લાખથી વધારે પ્રવાસી ટ્રાવેલ કરે છે, જ્યારે ૩૨૦૦ જેટલી ટ્રેન દોડાવાય છે.
એક અંદાજ પ્રમાણે મુંબઈ સબર્બન રેલવેમાં રોજના ૮૦ લાખથી વધારે પ્રવાસી ટ્રાવેલ કરે છે, જ્યારે ૩૨૦૦ જેટલી ટ્રેન દોડાવાય છે.

મુંબઈ: મુંબઈ સબર્બન લોકલ ટ્રેનમાં રોજના ૨૦થી ૨૫ જેટલા અકસ્માતો બનતા હોય છે ત્યારે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું સામાન્ય જ નહીં, પરંતુ બાળકો માટે જોખમી બની રહ્યું છે. વર્ષ ૨૦૧૯ના અહેવાલ પ્રમાણે ચાલતી લોકલ ટ્રેનમાંથી બાળકના પડી જવા તથા ત્યારબાદ તેના મૃત્યુ થવાનું પ્રમાણ દર ત્રીજે દિવસે નોંધાયું હતું. ૨૦૧૯ના વર્ષ દરમિયાન પંદર વર્ષથી નીચેની ઉંમરના બાળકનું ચાલતી ટ્રેનમાંથી પડવા તથા ત્યારબાદ મૃત્યુ થવાના કુલ ૧૧૯ કેસ નોંધાયા હતા, જેમાં રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ મારફત વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઈની લોકલ ટ્રેનમાં બાળકોને ટ્રાવેલ કરવાનું કેટલું બધું જોખમી અને આઘાતજનક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એક અંદાજ પ્રમાણે મુંબઈ સબર્બન રેલવેમાં રોજના ૮૦ લાખથી વધારે પ્રવાસી ટ્રાવેલ કરે છે, જ્યારે ૩૨૦૦ જેટલી ટ્રેન દોડાવાય છે. આમ છતાં રોજના સરેરાશ લોકલ ટ્રેન સંબંધિત ૨૦-૨૫ અકસ્માત નોંધાય છે. ૨૦૧૯ના વર્ષ દરમિયાન લોકલ ટ્રેન (ચાલતી ટ્રેનમાંથી પડવા, રેલવેનો થાંભલો ભટકાવવા, રેલવે ટ્રેક ક્રોસ કરતા, ઈલેક્ટ્રિક વાયરના કરન્ટ સહિત અન્ય કારણ) સંબંધિત અકસ્માતના કિસ્સામાં ૨,૫૪૮ જણનાં મોત થયા હતા, જેમાંથી ચાલતી ટ્રેનમાંથી પડવાના કિસ્સામાં ૫૪૮ જણનાં મોત થયા હતા. ઉપરાંત, રેલવે ટ્રેક ક્રોસ કરવાના કિસ્સામાં સૌથી વધુ એટલે ૧,૩૩૪ પ્રવાસી મોતને ભેટ્યા હતા, તેનાથી વિપરીત કુદરતી મોતના ૪૮૨ જેટલા બનાવ બન્યા હતા. આ પહેલા સરેરાશ ૩૦૦૦થી વધુ લોકો મોતને ભેટતા હતા, જ્યારે તેના સમાન લોકોને અકસ્માતના કિસ્સામાં ઈજા પહોંચી હતી. બાળકોના અકસ્માતના કિસ્સામાં મોટાભાગના લોકો પોતાના નિવાસસ્થાનથી દૂર બહાર હરવાફરવા યા રમતગમતની પ્રવૃત્તિ કરવા જતા ભોગ બન્યા હતા. અમુક કિસ્સામાં તો સ્ટંટ કરવાના બનાવમાં જીવનું જોખમ ઊભું થયું હતું. ઉપરના અકસ્માતના આંકડા ફક્ત ૨૦૧૯ના વર્ષના છે, પરંતુ દર વર્ષે સરેરાશ આ જ પ્રકારના અકસ્માત નોંધાતા હોય છે. એટલું જ નહીં, મોટાભાગના કિસ્સા વીક એન્ડ અથવા હોલિડેના બનતા હોવાનું જોવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here