બે સંતાનને બેરહેમીથી ફટકારવા બદલ રેલવે પોલીસના કર્મચારીની ધરપકડ

0
313
બીજી પત્નીથી થયેલા પુત્રને મારતાં હોવાથી તેણે તેમની પીટાઈ કરી હતી. આ પ્રકરણે પોલીસે મોરે વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજી પત્નીથી થયેલા પુત્રને મારતાં હોવાથી તેણે તેમની પીટાઈ કરી હતી. આ પ્રકરણે પોલીસે મોરે વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નાશિક: પહેલી પત્નીથી થયેલાં બે સંતાનને બેરહેમીથી ફટકારી તેમને ગંભીર ઇજા પહોંચાડવા બદલ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રાહુલ મોરે (૩૯)એ પહેલી પત્નીથી થયેલા તેના આઠ વર્ષના પુત્ર અને પાંચ વર્ષની પુત્રીની પીટાઈ કરી હતી. પહેલી પત્નીના મૃત્યુ પછી બીજી મહિલા સાથે લગ્ન કર્યાં બાદ મોરેએ સંતાનોની મારપીટ કરવાનું શરૂ કર્યું હતું. બન્ને બાળકને સારવાર માટે નાશિક જિલ્લાની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.
બાળકોની માતાનું થોડાં વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. ત્યારથી બન્ને બાળક નાની સાથે રહેતાં હતાં. તાજેતરમાં બન્ને નાશિક જિલ્લાના ઈગતપુરી ખાતે તેમના પિતાને ઘેર રહેવા આવ્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બાળકોની માતાના એક સગાએ ૧૬ જાન્યુઆરીએ ઈગતપુરી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર મોરે તેનાં સંતાનો સાથે ખરાબ વર્તન કરતો હતો. વારંવાર મારપીટ કરનારો મોરે ક્યારેક ચામડાના પટ્ટા વડે પણ ફટકારતો હતો.આરોપીએ પોલીસને જણાવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here