ભારત બંધને હાર્દિક પટેલનું સમર્થન, કહ્યું- ‘ભારત બંધ આત્મમુગ્ધ થયેલી મોદી સરકારને જગાડવા માટે છે

0
1169
MGUJ-AHM-HMU-LCL-hardik-patel-supporting-bharat-bandh-said-it-is-only-for-modi-government-gujarati-news
MGUJ-AHM-HMU-LCL-hardik-patel-supporting-bharat-bandh-said-it-is-only-for-modi-government-gujarati-news

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ સહિત ભારતમાં કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા છે અને મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ સહિતના અન્ય સમુદાયો ભારત બંધમાં જોડાયા છે. હાર્દિક પટેલે પણ ટ્વિટ કરીને ભારત બંધને સમર્થન આપ્યું છે. હાર્દિકે ટ્વિટમાં કહ્યું કે-‘ભારત બંધ સામાન્ય જનતાની તકલીફોથી આત્મમુગ્ધ થયેલી મોદી સરકારને જગાડવા માટે છે’.

હાર્દિક પટેલનું ટ્વિટ

Hardik Patel

@HardikPatel_
भारत बंद जनता के कष्ट से बेखबर आत्ममुग्ध मोदी सरकार को जगाने के लिए हैं।#BharatBandh#MehangiPadiModiSarkar

11:09 AM – Sep 10, 2018 · Daskroi, India
7,403
2,359 people are talking about this
Twitter Ads info and privacy
અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓની અટકાયત
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ભારત બંધ હિંસક રૂપ ધારણ કર્યું છે. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોએ શાહપુર અને મિરઝાપુરમાં બસ પર પથ્થરમારો કર્યો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ,મનિષ દોશી, બદરૂદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાની અટકાયત કરવામાં આવી છે જ્યારે શૈલેષ પરમાર, હિંમતસિંહ અને મનીષ મકવાણા ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here