ભારત બંધ: મિઝોરમ કોંગ્રેસ બંધમાં ન જોડાયું, આંધ્રપ્રદેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો

0
1098
.NAT-HDLN-congress-bharar-bandh-today-news-and-live-updates-gujarati-news-
.NAT-HDLN-congress-bharar-bandh-today-news-and-live-updates-gujarati-news-

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ અને ડોલર સામે રૂપિયો નબળો થતો હોવાથી સોમવારે ભારત બંધની જાહેરાત કરી છે. આ ભારત બંધની આગેવાની કોંગ્રેસ પાર્ટીએ કરી, જેને અંદાજે 21 રાજકીય પાર્ટી દ્વારા સમર્થન આપ્યું.

નોંધનીય છે કે, સવર્ણોએ એસસી-એસટી એક્ટ વિરુદ્ધ ભારત બંધ રાખ્યું હતું અને આજે હવે વિપક્ષે ભારત બંધની જાહેરાત કરી છે. એટલે કે એક અઠવાડિયામાં આ બીજી વખત મોદી સરકારની નીતિઓ સામે ભારત બંધ રાખવામાં આવ્યું છે. કૈલાશ માનસરોવરથી પરત આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ વિરોધ-પ્રદર્શનમાં જોડાયા છે.

અપડેટ્સ

– આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 2 રૂપિયાની ઘટાડાની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલના નવા ભાગ મંગળવાર સવારથી અમલમાં આવશે.
– જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે, “આજે ભારત બંધ કેમ હતું? જે લોકો આજે સત્તામે છે જો તેના 2012ના ભાષણ સાંભળો તો ખબર પડશે કે તેઓ પેટ્રોલ-ડીઝલના ભાવ પર હોબાળો કરતા હતા. આજે તેના કરતાં પણ ભાવ ધુ છે, ડોલરની તુલનાએ રૂપિયો નબળો છે. આપણે લોકો પરેશાનીમાં છીએ.”
– પુણેમાં પોલીસ ભારત બંધ દરમિયાન પરાણે દુકાન બંધ કરાવવાનો પ્રયાસ કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 6 કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.
– દાવણગેરે, ચમરાજનગર, કોલાર, કોલાર ગોલ્ડ ફિલ્ડ, બેંગાલૂરુ અને તુમકુરમાં બસ સેવા ફરી શરૂ થઈ હોવાની જાણકારી કર્ણાટક રાજ્યના માર્ગ પરિવહન નિગમે આપી હતી.

– ભારત બંધના કારણે બિહારના જહાનાબાદમાં એક બે વર્ષની બાળકીનો જીવ ગયો છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, પ્રદર્શનકારીઓએ રસ્તા જામ કર્યા હોવાથી તેમાં એમ્બયુલન્સ ઘણો સમય ફસાયેલી રહી હતી અને તેના કારણે બાળકીએ જીવ ગુમાવ્યો.

– બેગુસરાયમાં બંઘ સમર્થકોએ સ્ટેશન પર ટ્રેનને રોકીને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી.

– પશ્ચિમ બંગાળમાં 20 લેફ્ટ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરેક કાર્યકર્તાઓ દુર્ગાપુર રેલવે સ્ટેશનમાં જબરજસ્તી ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો.
– મહારાષ્ટ્રમાં મુબંઈમાં ભારત બંધ દરમિયાન પ્રદર્શન કરી રહેલાં કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

– મુબંઈમાં મનસેના કાર્યકર્તાઓએ બીજેપી હેડક્વાર્ટરની ઓફિસ પર હુમલો કર્યો.
– બિહારના પાટનગર પટનામાં હાઈકોર્ટ સામે તમામ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાઈકોર્ટના જજને અંદર જતા રોકવામાં આવ્યા છે. અહીં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ જજની ગાડી સામે હોબાળો કર્યો હતો.
– મુંબઈમાં મનસેના કાર્યકરોએ જબરજસ્તી દુકાન બંધ કરાવી

– રામલીલા મેદાન પર વિપક્ષના ધરણામાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પાર્ટીઓના નેતા પહેલેથી જ હાજર હતાં.

– કોંગ્રેસ કાર્યકર્તાઓએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પેટ્રોલ પંપમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન પોલીસકર્મીને પણ મારવામાં આવ્યા હતા. કોંગ્રેસના આ હોબાળામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઉજ્જૈનના દરગાહ મંડી પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓએ તોડફોડ કરી છે. નોંધનીય છે કે, ભારત બંધના કારણે અહીં ઘણી દુકાનો અને સ્કૂલો બંધ છે.
– છત્તીસગઢમાં પણ પેટ્રોલ-ડીઝલની વધતી કિમતો વિરુદ્ધ પ્રદર્શન ચાલુ છે. રાયપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને મોદી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી છે.
– મહારાષ્ટ્રમાં વિપક્ષનું ભારત બંધનું એલાન ખૂબ આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ પુણેમાં ઘણી બસો પર પથ્થરમારો કર્યો છે.

– દક્ષિણ રાજ્ય કેરળમાં પણ વિપક્ષના ભારત બંધની અસર જોવા મળી રહી છે. કેરળમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ભારત બંધ રહેશે.
– કર્ણાટકના મેંગલુરુમાં અમુક પ્રદર્શનકારીઓએ પ્રાઈવેટ બસ પર પથ્થરમારો કર્યો છે.
– કોંગ્રેસ નેતા અશોક ગહલોતનું કહેવું છે કે, અમે પ્રદર્શન દ્વારા મોદી સરકાર પર પ્રેશર બનાવવા માગીએ છીએ જેથી તેઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરે. જે રીતે તેમણે અમારા પ્રેશરના કારણે રાજસ્થનમાં VATમાં ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું કે, બીજેપીની કાર્યકારિણીની બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની કોઈ વાત કરવામાં આવી નથી.

– ગુજરાતના અમદાવાદમાં બંધના કારણે સુરક્ષાબળ તહેનાત કરવામાં આવ્યા છે. અહીંના ઈસનપુરમાં NSUIના કાર્યકર્તાઓ સ્કૂલ બંધ કરાવી. પ્રાઈવેટ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
– બિહારના દરભંગામાં પ્રદર્શનકારીઓએ કમલા ફાસ્ટ પેસેન્ડર ટ્રેન રોકી
– બિહારના જહાનાબાગમાં આરજેડી કાર્યકર્તાઓએ રેલવે ટ્રેક પર ટાયર સળગાવ્યા
– ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારત બંધની અસર, રસ્તાઓ પર વિપક્ષી પાર્ટીઓનું પ્રદર્શન, ટ્રેન રોકી
– કર્ણાટકના કલબુર્ગીમાં બારત બંધની અસર, બસ સર્વિસ સંપૂર્ણ રીતે ઠપ
– આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં સીપીઆઈ(M)ના કાર્યકર્તાએ સવારે સવારે પ્રદર્શન કર્યું.

રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી કરી માર્ચની શરૂઆત

આજે સવારે રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યાં હતા. તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને માર્ચની શરૂઆત કરી હતી. તેમની સાથે કોંગ્રેસ કોષાધ્યક્ષ અહમદ પટેલ અને પાર્ટી મહાસચિવ મોતીલાલ વોરા સહિત કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

20 વિપક્ષી પાર્ટીઓએ ભારત બંધને સમર્થન

કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા બંધમાં સમગ્ર દેશની 20 વિપક્ષી પાર્ટીઓ અને ઘણાં વેપારી સંગઠન સમર્થન આપી રહ્યા છે. તેમાં સપા, આરજેડી, જેડીએ, રાકપા, મનસે, હિન્દુસ્તાન આવામ મોર્ચા અને કોમ્યુનિસ્ટ પાર્ટીઓ પણ સામેલ છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી અને ઓરિસ્સાની સત્તાધારી પાર્ટી બીજેડીએ આ બંધને સમર્થન આપ્યું નથી.

સંસદની અંદર અને બહાર લડાઈ લડી રહી છે કોંગ્રેસ

કોંગ્રેસ નેતા અજય માકને રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મોંઘવારી, રાફેલ સોદામાં ભષ્ટ્રાચાર, રૂપિયાની ઘટતી કિંમત, પેટ્રોલિયમ ઉત્પાદનની વધતી કિંમતો જેવા જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર કોઈ વાત જ કરવામાં આવી નથી. કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદની અંદર અને બહાર ભાજપની ખોટી નીતિઓ સામે લડાઈ લડી રહ્યા છે. કોંગ્રેસ આ બંધના માધ્યમથી કેન્દ્ર સરકાર પર પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને કાબુ કરવા માટે પ્રેશર કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here