મંત્રીમડળે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો માટે આઈએસએનું સભ્યપદ ખોલવા માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)ની પ્રથમ મહાસભામાં આઈએસએના ફ્રેમવર્ક એગ્રીમેન્ટમાં સુધારો કરવા માટે પસાર કરાયેલા ઠરાવને મજૂરી આપી

0
1008

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)ની પ્રથમ મહાસભામાં આઈએસએના ફ્રેમવર્ક એગ્રીમેન્ટમાં કરાયેલા સુધારાના ઠરાવને પૂર્વવર્તી અસરથી મંજૂરી આપવામાં આવી છે અને સંયુક્ત રાષ્ટ્રનાં સભ્ય હોય તેવા તમામ દેશો માટે આઈએસએનું સભ્યપદ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

લાભ:

આઈએસએના સભ્યપદને ખુલ્લું મુકવાથી સૌર ઊર્જાને વૈશ્વિક કાર્યસૂચિમાં મુકી શકાશે અને સૌર ઊર્જા વિકસાવવા તથા તેનુ વિતરણ કરવા માટે સાર્વત્રિક અનુરોધ કરી શકાશે. તેનાથી આઈએસએ સમાવેશી બનશે અને તેના કારણે સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના સભ્ય બની શકે. આઈએસએના સભ્યપદનો વ્યાપ વધારવાની આઈએસએની આ પહેલથી સમગ્ર દુનિયાને વ્યાપકપણે ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here