મને ખુરશીની પરવાહ નથી,હું રહીશ કાં તો આતંકવાદ રહેશેઃ મોદી

0
763

(જી.એન.એસ)પાટણ,
વડાપ્રધાને આજે સવારે પાટણમાં વિજય સંકલ્પ રેલીને સંબોધી હતી. ઉત્તર ગુજરાતની ત્રણ મહત્વની લોકસભા બેઠક પૈકીની પાટણ બનાસકાંઠા અને મહેસાણા માટે વડાપ્રધાને પ્રચાર કર્યો હતો. અહીં તેમણે મહાકાળી અને પંચમુખી હનુમાનની ધરતીને વંદન કરીને ભાષણની શરૂઆત કરી હતી. તેમણે પાટણની ધરતીના વખાણ કરતા કહ્યું હતું કે, પાટણમાં પગ મુકતા ગુજરાતની અÂસ્મતાનું પૃષ્ઠ ખુલવા માંડે છે. પાટણની ધરતીએ ૬૦૦ વર્ષ સુધી ગુજરાતનું સંચાલન કર્યું. પાટણ સાથે મારો નીકટનો નાતો રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘નોટ પર એક બાજુ ગાંધી અને બીજી બાજુ રાનકી વાવ જાવે છે’. પણ જા ગુજરાતમાં ૨૬માંથી એક સીટ પણ ઓછી થઈ તો દેશની ચર્ચા નહીં થાય. માત્ર ગુજરાતની જ ચર્ચા થશે. મીડિયામાં ગુજરાતની ચર્ચા જ થશે કે આવુ કેમ થયું.
ભૂતકાળને વાગોળતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સરકારનો ‘સ’ ખબર નહોતી ત્યારે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. પણ જીવનમાં તમે મને ટીપી ટીપીને ઘડ્યો છે. છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાનું શિક્ષણ અહીંથી મળ્યું.
આતંકવાદ મામલે કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું હતું કે, ૪૦ વર્ષ આતંકવાદે હિન્દુસ્તાનના લોકોના આંસુ નથી સુકાવા દિધા. મંદિર બહાર પોલીસ મુકવી પડે તેવી કોઈ કલ્પના પણ ન કરી શકે. હવે કહો કે આ આતંકવાદને કોણે પાળ્યો? છાશવારે બોમ્બ ધડાકા થતા હતા કે નહીં? મુંબઈમાં ૨૬/૧૧ સમયે સરકારે મૌન પાળી શ્રદ્ધાંજલિ જ આપી હતી. અત્યારે પણ બોમ્બ બ્લાસ્ટની કોશિશ ચાલુ છે સફળ નથી થતા. મને ખુરશીની પરવાહન નથી આપણે નક્કી કર્યું હું રહીશ કે આતંકવાદી રહેશે. આજે જમ્મુ કાશ્મીરના અઢી જિલ્લામાં આતંકવાદ રહી ગયો છે.
પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પુલવામા હુમલા સમયે દેશની શું અપેક્ષા હતી? ૨૬/૧૧ સમયે મનમોહન સરકાર જેવું કર્યું હોય તો તમે માફ કરશો? આ સરકારે જ ઉરી સમયે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો રાતો રાત બદલો લીધો હતો. ત્યાર બાદ પુલવામા હુમલાનો બદલો લેવા આપણા લોકોએ એર સ્ટ્રાઈક કરી ખેત ખતમ કરી નાખ્યો. દેશને પ્રગતિ કરવી હોય તો સુરક્ષા જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, અત્યાર સુધી બે ચરણના મતદાન પછી ઢીલા થઈ ગયા છે. બોલવાના હોશ નથી એટલે પુરાવા માગવાનું બંધ કરી દીધું. દેશની સેના અને પરાક્રમમાં કોંગ્રેસને ભરોસો નથી. કોંગ્રેસે ભારતીય સેનાના વડાને કોંગ્રેસના નેતાએ ગુંડા કહ્યા. ૧૯૮૫ પછી આજ સુધી સેના પાસે નવી તોપ નથી ઉમેરી. પરંતુ અમારી સરકારે નડાબેટથી પાકિસ્તાનના ઘરમાં બોમ્બ ફૂટે તેવી તોપ બનાવી. ૨૦૨૨ સુધી દેશના ખેડૂતોની આવક બમણી કરીશું. ફરીથી સરકાર બનશે તો પાણી માટે અલગ મંત્રાલય હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here