મુંબઈમાંં ઠંડી-ગરમી વચ્ચે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું

0
320
મુંબઈમાં હાલ ઠંડી-ગરમી જેવું વાતાવરણ અનુભવવા મળી રહ્યું છે ત્યારે અચાનક પ્રદૂષણમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયેલો છે. મુંબઈમાં સતત ત્રીજા દિવસે હવાની ગુણવત્તાનું સ્તર ઊંચુ નોંધાયું હતું.
મુંબઈમાં હાલ ઠંડી-ગરમી જેવું વાતાવરણ અનુભવવા મળી રહ્યું છે ત્યારે અચાનક પ્રદૂષણમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયેલો છે. મુંબઈમાં સતત ત્રીજા દિવસે હવાની ગુણવત્તાનું સ્તર ઊંચુ નોંધાયું હતું.

મુંબઈ: નવા વર્ષમાં મુંબઈમાં ઠંડીમાં ઘટાડો થવાની સાથે જ પ્રદૂષણમાં ભારે વધારો થયેલો જોવા મળી રહ્યો છે. મુંબઈ સતત ત્રીજા દિવસે વાતાવરણ વાદળિયું રહેવાની સાથે જ ભારે માત્રામાં પ્રદૂષણ જોવા મળ્યું હતું. મુંબઈમાં રવિવારે સરેરાશ હવાની ગુણવત્તાનો સ્તર ૨૭૬ રહ્યો હતો. તો સૌથી વધુ પ્રદૂષણ માનખુર્દમાં રહ્યું હતું. દિવસ દરમિયાન અહીં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૨૨ જેટલો ઊંચો રહ્યો હતો. આ દરમિયાન મહારાષ્ટ્રના કોંકણ, ગોવા મધ્ય મહારાષ્ટ્રમાં અમુક ઠેકાણે આજથી ત્રણ દિવસ વરસાદના હળવા ઝાપટાં પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસો દરમિયાન લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો હતો. લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી સુધી નીચું ઉતરી ગયું હતું અને હિલ સ્ટેશન કહેવાતા માથેરાન કરતા પણ ઓછું તાપમાન મુંબઈમાં નોંધાયું હતું. જોકે નવા વર્ષના આગમન સાથે જ મુંબઈમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે અને પ્રદૂષણનું પ્રમાણ વધવાની સાથે જ મહત્તમ તાપમાન પણ ઊંચુ નોંધાઈ રહ્યું છે. શનિવારે મુંબઈમાં સરેરાશ લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી રહ્યું હતું તો રવિવારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી જેટલું નોંધાયું હતું. શુક્રવાર-શનિવાર મહત્તમ તાપમાન ઊંચુ નોંધાયા બાદ રવિવારે જોકે મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો જણાયો હતો અને દિવસ દરમિયાન કોલાબામાં મહત્તમ તાપમાન ૨૭.૪ ડિગ્રી તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૨૮.૯ ડિગ્રી જેટલું નોંધાયું હતું.મુંબઈમાં હાલ ઠંડી-ગરમી જેવું વાતાવરણ અનુભવવા મળી રહ્યું છે ત્યારે અચાનક પ્રદૂષણમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયેલો છે. મુંબઈમાં સતત ત્રીજા દિવસે હવાની ગુણવત્તાનું સ્તર ઊંચુ નોંધાયું હતું. મુંબઈમાં સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૭૬ જેટલો નોંધાયો હતો. તો સૌથી વધુ પ્રદૂષણ મઝગાંવમા રહ્યું હતું. દિવસ દરમિયાન અહીં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૨૨ જેટલો ઊંચો નોંધાયો હતો. ચેંબુરમાં ૩૦૮, અંધેરીમાં ૩૦૫ જેટલો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. જયારે શનિવારે મલાડમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૧૫ નોંધાયા બાદ રવિવારે અહીં ૩૦૦ જેટલો નોંધાયો હતો. જયારે બાંદરા-કુર્લા-કૉમ્પલેક્સમાં ૨૯૭ જેટલો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. મુંબઈમાં સાંજ બાદ થોડી ઠંડક જણાઈ હતી તો રાજ્યમા માથેરાન, નાશિક, જળગાંવ, બારામતી, પુણેમાં, સાંગલી, મહાબળેશ્ર્વર, સાતારા, ઉસ્માનાબાદ, જાલના, ઔરંગાબાદ, નાંદેડ અને પરભણીમાં ૧૮ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here