મેરી કોમની વીમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિક્સર, છઠ્ઠો ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ

0
994

 છ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ મહિલા બોક્સર બની મેરી કોમ

– મેરી કોમ ત્રણ સંતાનોની માતા પણ છે 

એજન્સી, નવી દિલ્હી:

સુપરમોમ એમસી મેરી કોમે શનિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છઠ્ઠું ટાઈટલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. દિલ્હીના કે ડી જાધવ સ્ટેડિયમમાં રમાયેલી 48 કિલોગ્રામ કેટેગરીની ફાઈનલ ફાઈટમાં મેરી કોમે યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને વર્લ્ડે રેકોર્ડ રચ્યો હતો. મેરી કોમ છઠ્ઠી વખત બોક્સિંગમાં ગોલ્ડ જીતનાર ભારતીય મહિલા બોક્સર બની ગઈ છે.

આ બીજી વખત એવું બન્યું છે કે મેરી કોમ ફાઈનલ ફાઈટ ઘરઆંગણે રમી અને તેણે ટાઈટલ પોતાના નામે કર્યું. 2006માં ઘરઆંગણે મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઈટલ પોતાના નામે કર્યું હુતં. લાઈટ ફ્લાઈવેટમાં રોમાનિયાની સ્ટેલુટા દુતાને હરાવીને મેરી કોમે 5માં વર્લ્ડ ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

6 વખત ટાઈટલ જીતનાર પ્રથમ મહિલા બોક્સર 

આ સાથે જ મેરી કોમ આયરલેન્ડની કેટી ટેલરને પછાડીને સૌથી વધુ વખત (6) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીતનાર પ્રથમ મહિલા બોક્સર બની ગઈ છે. આ અગાઉ મેરી કોમ અને ટેલર 5-5 ટાઈટલ સાથે બરોબરી પર હતા.

પુરુષ બોક્સરના વર્લ્ડ રેકોર્ડની બરોબરી

આટલું જ નહીં મેરી કોમે છઠ્ઠું વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઈટલ જીતીને પુરૂષ બોક્સરના વર્લ્ડે રેકોર્ડની બરોબરી કરી લીધી છે. ક્યુબાના ફેલિક્સ સેવોનના નામે આ રેકોર્ડ અગાઉ નોંધાયેલો છે. 1997માં સેવોને બુડાપેસ્ટમાં રમાયેલી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

હન્ના અને મેરી કોમ વચ્ચે 13 વર્ષનો તફાવત

આજે રમાયેલી ફાઈનલ મેચમાં બન્ને બોક્સરોની ઉંમર વચ્ચે 13 વર્ષનો તફાવત હતો. યુક્રેનની બોક્રસ હજુ 22 વર્ષની છે. જો કે તેની ખુંખાર રમતને પગલે તે ‘હંટર’ નામથી ઓળખાય છે. હન્નાએ યુરોપિયન યુથ ચેમ્પિયનશિપમાં બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here