મૉડલ સાથે 5 વર્ષથી હતુ અફેર, અડચણરૂપ પત્નીની આ રીતે કરાવી ઘાતકી હત્યા

0
997

દિલ્લીનાં રોહિણી વિસ્તારમાં મહિલા ટીચર સુનીતાની હત્યાનું રહસ્ય પોલીસે શોધી કાઢ્યું છે. દિલ્લી પોલીસનો દાવો છે કે મહિલા ટીચરનો હત્યારો તેનો પતિ મંજીત જ છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે 5 વર્ષથી આ મહિલાનાં પતિનાં સંબંધો મુંબઈની એક મૉડલ સાથે છે. પોલીસે આ કેસમાં મહિલાનાં પતિ, મૉડલ અને એક ત્રીજી વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ પુછપરછમાં ખબર પડી કે હત્યાની આ સંપૂર્ણ વાર્તા લગ્નોત્તર સંબંધોની આસપાસ બની છે.

મૃતક સુનીતાનો પતિ મંજીત પ્રોપર્ટી ડીલર છે. આ વ્યક્તિનું અફેર મુંબઈની મૉડલ એન્જલ સાથે 5 વર્ષ સુધી રહ્યું હતુ. આ અફેરની જાણકારી એન્જલનાં કથિત પિતાને પણ હતી. ઉલ્લેખનીય છે કે સુનીતાનો પતિ મંજીત અને મૉડલ એન્જલ લગ્ન કરવા ઇચ્છતા હતા. એન્જલ આ માટે સતત દબાવ કરતી હતી. તે મંજીતને વારંવાર સુનીતા સાથે છૂટાછેડા લેવાનું કહેતી હતી, પરંતુ સુનીતા પોતાના પતિને છૂટાછેડા આપવા તૈયાર નહોતી. આ માટે સુનીતાને રસ્તામાંથી હટાવવા તેની હત્યા કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું.

આ ઘટનાને અંજામ આપવા માટે મૉડલ એન્જલ અને મંજીતે એક ત્રીજી વ્યક્તિની મદદ લીધી. આ વ્યક્તિ પોલીસ પુછપરછમાં ખુદને એન્જલનો પિતા ગણાવે છે. તેણે જણાવ્યું કે તેણે પોતાના ડ્રાઇવરની મદદથી યૂપીનાં 2 કૉન્ટ્રાક્ટ કિલર લાવ્યા હતા. સુનીતાની હત્યા કરવા માટે 10 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. હત્યારાઓએ 29 ઑક્ટોબરનાં રોજ સુનીતાને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here