રસી માટે આરોગ્ય કર્મચારી અને પોલીસ જવાનોને પ્રાથમિકતા: ગૃહ પ્રધાન

0
269
સીરમ ઈન્સ્ટિટયૂટ દ્વારા નિર્માણ કરવામાં આવેલી કોવિડ-૧૯ વેક્સિન કોવિડશીલ્ડને મંજૂરી આપ્યાના બીજા દિવસ દરમિયાન દેશમુખની ટિપ્પણી આવી હતી.
સીરમ ઈન્સ્ટિટયૂટ દ્વારા નિર્માણ કરવામાં આવેલી કોવિડ-૧૯ વેક્સિન કોવિડશીલ્ડને મંજૂરી આપ્યાના બીજા દિવસ દરમિયાન દેશમુખની ટિપ્પણી આવી હતી.

મુંબઈ: કોવિડ-૧૯ અથવા કોરોનાની રસી આપવાનું મહારાષ્ટ્ર રાજ્યમાં ખાસ કરીને આરોગ્ય ખાતાના કર્મચારી, ડોક્ટર, પેરામેડિકલ વિભાગના કર્મચારી તથા પોલીસના જવાનો પ્રાથમિકતા રહેશે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર રાજ્યમાં રસીના કાળાબજારની પ્રવૃત્તિને પણ નિયંત્રણમાં રાખવામાં આવશે, એમ રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રવિવારે જણાવ્યું હતું. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં રસી આપવા માટે ૬૦ વર્ષથી વધારે ઉંમર તથા ૬૦ વર્ષની ઉપરના લોકોના વર્ગ બીજા નંબરની પ્રાથમિકતા રહેશે, એવું તેમણે જણાવ્યું હતું. સીરમ ઈન્સ્ટિટયૂટ દ્વારા નિર્માણ કરવામાં આવેલી કોવિડ-૧૯ વેક્સિન કોવિડશીલ્ડને મંજૂરી આપ્યાના બીજા દિવસ દરમિયાન દેશમુખની ટિપ્પણી આવી હતી. ‘રાજ્ય સરકારે આરોગ્ય ખાતાના કર્મચારી સહિત ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ સહિત પોલીસના જવાનોને કોરોનાની રસી સૌથી પહેલા આપવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના વર્ગના નાગરિકોની રસી આપવાનું નક્કી કર્યું હતું. આ મુદ્દે પોલીસ પ્રશાસન દ્વારા પણ રસીનું બ્લેક માર્કેટિંગ થાય નહીં તેની તકેદારી રાખવાની રહેશે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here