લંડન કોર્ટે ભાગેડુ નિરવ મોદીની જામીન અરજી સતત ત્રીજી વખત ફગાવી

0
801
Nirav Modi attested in London to be produced in court
Nirav Modi attested in London to be produced in court

(જી.એન.એસ)લંડન,તા.૨૬
બ્રિટન સ્થિત લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે શુક્રવારે પીએનબી ઘોટાળામાં ભાગેડુ જાહેર નીરવ મોદીને જામીન આપવાની ના પાડી દીધી. નીરવ મોદીએ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. નીરવ મોદીની ધરપકડ ગત માર્ચ મહિનામાં થઈ હતી. હાલમાં તે દક્ષિણ-પશ્ચિમ લંડનના વૈડ્રસવર્થ જેલમાં બંધ છે. હવે આ મામલામાં અગામી સુનાવણી ૨૪ મેના રોજ થશે.
નીરવ ૨૯ માર્ચના રોજ કોર્ટમાં રજૂ થયો હતો, તે સમયે જજ એમ્મા અર્બથનોટે તેમની જામીન અરજી રદ્દ કરી દીધી હતી. જજનું કહેવું હતું કે, તે વાતની પૂરી આસંકા છે કે, જામીન મળ્યા બાદ નીરવ સરેન્ડર નહીં કરે.
બ્રિટનની કોર્ટે ભારત તરફથી રજૂઆત કરનાર સીપીએસે આ મહિનાના શરૂઆતમાં જણાવ્યું હતું કે, નીરવ મોદી બ્રિટિશ હાઈકોર્ટનો દરવાજા ખટખટાવવા જઈ રહ્યો છે. જાકે, હજુ સુધી નિરવ મોદીએ કોઈ અપીલ કરી નથી.
નીરવ મોદીની હોલબોર્નથી ૧૯ માર્ચે બપોરે ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે બેન્કમાં ખાતા ખોલાવા માટે પહોંચ્યો હતો. વેસ્ટમિંસ્ટર કોર્ટે ૧૨ માર્ચે નીરવ મોદી વિરુદ્ધ વોરંટ ઈસ્યું કર્યું હતું. ભારતના પ્રત્યાર્પણના આગ્રહને ધ્યાનમાં રાખી આ વોરન્ટ ઈસ્યું કરવામાં આવ્યું હતું. મોદી ૨૦૧૮માં ઘોટાળા સામે આવે તે પહેલા જ ભારત છોડી ફરાર થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here