લાલુને ઝેર આપીને કેન્દ્ર સરકાર મારવા માગે છેઃ રાબડી દેવીનો મોટો આરોપ

0
696

(જી.એન.એસ)પટના,
તેજસ્વી યાદવ તેમના પિતા અને ઘાસ ચારા કૌભાંડનાં આરોપી લાલુ પ્રસાદ યાદવને મળવા પહોચ્યાં હતા. પરંતુ તેમને જેલ અધિકારી દ્રારા મળવા દેવામાં આવ્યા હતા. જે બાદ બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કેન્દ્ર સરકાર અને ઝારખંડ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાબડી દેવીએ શનિવારે સાંજે ટ્‌વીટર પર એક વીડિયો મૂકીને કેન્દ્ર સરકાર પર લાલુને હોસ્પીટલમાં ઝેર આપીને હત્યા કરી દેવાનો આરોપ લગાવ્યો છે
રાબડી દેવીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે તેજસ્વીએ લાલૂને મળવા ગયા હતા, પરંતુ એક પુત્રને પિતા જોડે મળવા દેવામાં આવ્યા હતા. ત્યાં તાનાશાહી ચાલી રહી છે. અઠવાડિયામાં ૩ દિવસ મળવાની પરવાનગી છે. પરંતુ શનિવારે મુલાકાત બંધ રાખવામાં આવી છે. જો લાલુ પ્રસાદને કંઈ પણ થશે તો લોકો રસ્તા પર ઉતરી આવશે. જો તેમને ઝેર આપીને મારી નાખવો હોય તો ભારત સરકાર અને બિહાર સરકાર સાથે મળીને જે કરવું હોય તે કરી લે. અને બધાની સામે ઉભા રાખીને લાલુ પ્રસાદ યાદવના પરિવારને પણ મારી નાંખો, પરતું આ તાનાશાહી નહીં ચાલે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here