લાલ કિલ્લા પર થયેલી હિંસાના આરોપી દીપ સિદ્ધુની ધરપકડ

0
219
દિલ્હીમાં થયેલી હિંસા બાદથી જ દીપ સિદ્ધુ અલગ-અલગ સ્થળેથી ફેસબુક લાઇવ કરી રહ્યો હતો.
દિલ્હીમાં થયેલી હિંસા બાદથી જ દીપ સિદ્ધુ અલગ-અલગ સ્થળેથી ફેસબુક લાઇવ કરી રહ્યો હતો.

નવી દિલ્હી. દેશની રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલીદરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના મામલામાં મુખ્ય આરોપી દીપ સિદ્ધુની ધરપકડ કરી લેવામાં આવી છે. દીપ સિદ્ધુ પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સિદ્ધુની સ્પેશલ સેલે ધરપકડ કરી છે.ડીસીપી સંજીવ યાદવે સિદ્ધુની ધરપકડની પુષ્ટિ કરી છે. યાદવે જણાવ્યું કે મંગળવારે દિલ્હી પોલીસ એક પ્રેસ કોન્ફરન્સ કરી ધરપકડ વિશે વધુ જાણકારી આપશે.નોંધનીય છે કે, દિલ્હીમાં થયેલી હિંસા બાદથી જ દીપ સિદ્ધુ અલગ-અલગ સ્થળેથી ફેસબુક લાઇવ કરી રહ્યો હતો. તેણે ખેડૂત આંદોલનના નેતાઓ ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલામાં સિદ્ધુના ફેસબુક લાઇવમાં ટેકનીકલ હેલ્પ એક મહિલા મિત્ર કરતી હતી જે દેશની બહાર રહે છે. તેનો પણ ખુલાસો દિલ્હી પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં કરશે. ફેસબુક લાઇવ દરમિયાન કોઈ પ્રકારના ટેક્નીકલ સર્વેલન્સથી બચવા માટે સિદ્ધુ વિદેશમાં રહેતી મહિલા મિત્રની મદદ લેતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here