લેન્ડિંગકાર્ટે “Lendingkart xlr8” લોંચ કર્યું, ચેનલ પાર્ટનર્સ અને ડીએસએની એમએસએમઇ સુધી પહોંચ વધારવા માટે માટે API અને SaaS પ્લેટફોર્મ

0
421
Lendingkart launches “Lendingkart xlr8”, an API & SaaS platform for Channel partners and DSAs to boost their MSME reach
Lendingkart launches “Lendingkart xlr8”, an API & SaaS platform for Channel partners and DSAs to boost their MSME reach
  • લેન્ડિંગકાર્ટ xlr8 તેના ભાગીદારોને એમએસએમઇની કાર્યકારી મૂડીની અરજીઓની સરળ અને અનુકૂળ કામગીરી માટે ક્ષમતા પ્રદાન કરે છે
  • લેન્ડિંગકાર્ટ xlr8તેના ડિજિટલ ભાગીદારોને એન્ડ-ટુ-એન્ડ એપીઆઇ સ્યુટ ઓફર કરીને તેમના પ્લેટફોર્મ ઉપર ધિરાણ કામગીરી કરવા સજ્જ કરે છે.
  • લેન્ડિંગકાર્ટ xlr8વન સ્ટોપ સોલ્યુશન SaaS પ્રદાન કરે છે, જેથી રચના, પરિપૂર્ણતા, ટ્રેકિંગ અને રિપોર્ટિંગ કરી શકાય

Ahmedabad, Date: 10 January, 21
ભારતની અગ્રણી ફિનટેક કંપની લેન્ડિંગકાર્ટ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે આજે તેના ઓમની-ચેનલ પાર્ટનર પ્લેટફોર્મ “Lendingkart xlr8” લોંચ કરવાની જાહેરાત કરી છે. ડિજિટલ ધિરાણ આપતી ફિનટેક ભાગીદારો માટે તેની મુખ્ય ટેક્નોલોજી રજૂ કરી રહી છે, જેથી તેઓ લેન્ડિંગકાર્ટની એમએસએમઇ સુધીની પહોંચનો લાભ મેળવી શકે. વ્યવસાયિક મૂડીની આવશ્યકતાઓ માટે એમએસએમઇ ઓનલાઇન બ્રાઉઝિંગ દ્વારા અથવા તેમના સ્થળો ઉપર ઉપલબ્ધ એજન્ટ્સ દ્વારા સંપર્ક કરે છે.Lendingkart xlr8નું એપીઆઇ સ્યુટ આ ઓનલાઇન ભાગીદારોને તેમના પોતાના પ્લેટફોર્મ ઉપર લોનની સ્થિતિ મેળવવા સક્ષમ બનાવે છે તથા SaaS પ્લેટફોર્મ ઓફરલાઇન ભાગીદારો અને એજન્ટ્સને સ્વ-સહાય માટે વન સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરે છેઃ એટલે કે રિલેશનશીપ મેનેજર્સ સાથે તપાસ કર્યાં અથવા નિર્ભર રહ્યાં વગર તેમની તમામ અરજીઓ કરવી, ભરવી અને ટ્રેક કરવી. આ પ્લેટફોર્મ લેન્ડિંગકાર્ટની માલીકીની ઝિરો ટચ ટચ ટેક્નોલોજીની એક્સેસ ખોલે છે, જે દસ્તાવેજોની લઘુત્તમ જરૂરિયાતો તથા સંવાદ માટે ઓફલાઇન મીડિયા ઉપર નિર્ભર ન રહેતાં અરજીઓની ઝડપી પ્રોસેસિંગમાં મદદરૂપ બને છે.
લેન્ડિંગકાર્ટ ઉપલબ્ધ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ અંગે એમએસએમઇ સેગમેન્ટમાં જાગૃતિ ફેલાવવા માટે એજન્ટ્સ, માર્કેટપ્લેસિસ અને વિવિધ પ્લેટફોર્મ્સ સાથે ભાગીદારી કરી રહ્યું છે, જે તેમના વ્યવસાયિક મોડલ અને જરૂરિયાતને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ હોય. તેમાં કોલેટરલ ફ્રી, ફ્લેક્સિબલ અને કોસ્ટ સેન્સિટિવ વિકલ્પો સામેલ છે. લોકડાઉનના સમયમાં લેન્ડિંગકાર્ટે આ ભાગીદારો સુધી સુધી પહોંચવા, તેમની ચિંતાઓની ઓળખ કરવા અને તેને સંબોધવા માટે ઉપયોગી ટેક્નોલોજીકલ ક્ષમતાઓના મૂલ્યાંકનને પ્રાથમિકતા આપી હતી. આ પ્લેટફોર્મ અરજીઓની રિયલ ટાઇમ વિઝિબિલિટી, કોઇપણ પડતર માટે રિલેશનશીપ મેનેજર્સ સાથે ઓફલાઇન કમ્યુનિકેશન, સહયોગ અથવા પ્રશ્નો જેવી મહત્વપૂર્ણ જરૂરિયાતોનો ઉકેલ આપે છે. આજની તારીખમાં xlr8 એપીઆઇ અને SaaS પ્લેટફોર્મ પ્રદાન કરે છે, જેનાથી વિગતો, દસ્તાવેજો અને તમામ જરૂરી કેવાયસી વિગતો સાથે અરજીઓ કરી શકાય છે. ભાગીદારોની સૂચના માટે આપમેળે જરૂરી માહિતી ફ્લેગ થાય છે, જેથી તેનો ઝડપથી ઉકેલ લાવી શકાય.
લેન્ડિંગકાર્ટ ટેક્નોલોજીસના સહ-સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર હર્ષવર્ધન લુનિયાએ જણાવ્યું હતું કે, ડિજિટલ માધઅયમ દ્વારા એમએસએમઇ માટે ઉપલબ્ધ કોલેટરલ-ફ્રી ધિરાણના વિકલ્પો માટે ઓમની ચેનલની પહોંચ વિકસાવવા અને જાગૃતિ પેદા કરવા અમારા ભાગીદારો સાથેની ભાગીદારી ઘણી આગળ વધી છે. પાંચ વર્ષથી વધુ સમયમાં આ પ્રયાસો અને પહેલની નવા નોર્મલમાં વ્યાપક અસર સર્જાઇ છે તથા ઉંચી વૃદ્ધિની સંભાવના ધરાવતા આ ક્ષેત્રમાં ધિરાણની ખાઇને સંબોધવામાં અગ્રેસર બની રહ્યું છે. આ પ્રયાસો સાથે સહિયારા વિઝનને હાંસલ કરવા માટે હું અમારા ભાગીદારો સાથે લાંબાગાળાના સહયોગની અપેક્ષા રાખું છું અને તેમનો આભારી છે. Paisabazaar.comના સીઇઓ અને સહ-સ્થાપક નવીન કુકરેજાએ જણાવ્યું હતું કે, Paisabazaar.com ગ્રાહકોની ધિરાણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કટીબદ્ધ છે, જેમાં પરંપરાગત રીતે એમએસએમઇ સમુદાય વંચિત રહ્યો છે. લેન્ડિંગકાર્ટ સાથે અમારા ભાગીદારીનો ઉદ્દેશ્ય ડિજિટલ ઇનોવેશન દ્વારા સેલ્ફ-એમ્પલોઇડ માટે ધિરાણ વધુ અનુકૂળ અને સમસ્યા-મુક્ત બનાવવાનો રહ્યો છે. તે હવે લેન્ડિંગકાર્ટ xlr8એપીઆઇ સ્યુટ દ્વારા વધુ મજબૂત બન્યું છે, જેનાથી અમારી ભાગીદારી વધુ ગાઠ બનશે તથા ભાગીદારો માટે રિયલ ટાઇમ વિઝિબિલિટી સાથે લોનની કામગીરી સરળ અને પારદર્શી બનાવવામાં મદદ મળશે.
લેન્ડિંગકાર્ટ એજન્ટ પાર્ટનર્સે તેમનો દ્રષ્ટિકોણ રજૂ કરતાં જણાવ્યું હતું કે, અમે ચાર વર્ષથી વધુ સમયથી લેન્ડિંગકાર્ટ સાથે જોડાયેલા છીએ. ધિરાણની સુવિધા દરેક સ્થળો સુધી ઉપલબ્ધ છે અને તે બ્રાન્ચની ઉપસ્થિતિ સુધી મર્યાદિત નથી. પોતાની બિઝનેસ લોન પ્રોડક્ટ્સની ઝડપી અને રિયલ ટાઇમ વિઝિબિલિટી માટે તાજેતરમાં લેન્ડિંગકાર્ટે xlr8 મોડ્યુલ લોંચ કર્યું છે, જેનો ઉપયોગ અમારી ટીમ કરે છે. તેનાથી સરળ પ્રકારે લોન એપ્લીકેશન ટ્રેકિંગ અને રિયલ ટાઇમ નિર્ણય અને ઝડપી વિતરણ શક્ય બન્યું છે, જે ઉદ્યોગમાં શ્રેષ્ઠ છે. અમે આ કામગીરીમાં લેન્ડિંગકાર્ટ સાથે જોડાતા ખુશી અનુભવીએ છીએ તથા વધુ સિદ્ધિઓ હાંસલ કરવાની આશા રાખીએ છીએ.
જનરેશન નેક્સ્ટ સર્વિસિસે ઉમેર્યું હતું કે, લેન્ડિંગકાર્ટ xlr8 મારફતે ડિજિટિલ લોનની કામગીરી સ્વિકારવામાં તથા તંદુરસ્ત પોર્ટફોલિયો જાળવવામાં સહયોગથી અમને અમારા કર્મચારીઓની ઉચ્ચ કાર્યક્ષમતા હાંસલ કરવામાં તથા અમારા વિશ્વાસને વધારવામાં મદદ મળી છે. ઉલ્લેખનીય છે કે લેન્ડિંગકાર્ટ લઘુત્તમ પેપરવર્ક સાથે 72 કલાકમાં એમએસએમઇને ટૂંકાગાળાની કોલેટરલ ફ્રી વર્કિંગ કેપિટલ પ્રદાન કરે છે. તેમાં એવાં પણ બિઝનેસ સામેલ છે, જેની ઓછી અથવા કોઇપણ ક્રેડિટ હિસ્ટ્રી ન હોય. લોન ટીકીટ સાઇઝ રૂ. 50,000થી રૂ. 2 કરોડ વચ્ચે છે અને તેનો સમયગાળો 1થી 36 મહિનાનો હોય છે. કંપની વિવિધ સ્રોતો પાસેથી 5000થી વધુ ડેટા પોઇન્ટ્સનું વિશ્લેષણ કરે છે અને ધિરાણ યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે બિગ ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગ અલ્ગોરિઝમ આધારિત મજબૂત ઇન-હાઉસ ટેક્નોલોજી ટુલ્સનો ઉપયોગ કરે છે. લેન્ડિંગકાર્ટ વિવિધ કસ્ટમાઇઝ્ડ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ પણ ઓફર કરે છે, જેથી સ્પર્ધાત્મક માહોલમાં આજના વિવિધ વ્યવસાયોની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here