લોકરક્ષકદળ પેપર લીકકાંડનો કથિત સૂત્રધાર યશપાલ સોલંકી ઝડપાયો

0
979

અમદાવાદ: પોલીસની લોકરક્ષકદળની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાની ચકચારી ઘટનામાં મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી (ઠાકોર)ની એટીએસએ મોડી રાતે મહીસાગરના વીરપુર ખાતે આવેલ લીંબ‌િડયા રોડ પરથી ધરપકડ કરી છે.

એટીએસની ટીમે યશપાલની ધરપકડ કરીને તેની કસ્ટડી ગાંધીનગર પોલીસને સોંપી છે ત્યારે હવે આ ચકચારી કિસ્સામાં વધુ લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતા છે. યશપાલ દિલ્હીના માસ્ટરમાઇન્ડ સાથે મળીને આ કાંડ આચર્યું છે તો બીજી તરફ યશપાલ બાદ નિલેશની પણ શોધખોળ શરૂ કરી છે. બન્ને જણાએ ભેગા મળીને ર૦ થી ૩૦ ઉમેદવારોને દિલ્હી લઇ ગયા હતા.

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોકરક્ષકદળની પરીક્ષાનું પેપર લીક થઈ જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ થતાંની સાથે ૯ લાખ જેટલા ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું હતું. પેપર લીક થવાના મામલે ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

હાલ કાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા યશપાલ સોલંકીની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર વાયલેસ પીએસઆઇ પી.વી.પટેલ, બનાસકાંઠાના એદ્રાણાનો અને ભાજપનો કાર્યકર મુકેશ ચૌધરી, બાયડના ભાજપના કાર્યકર મનહર પટેલ અને ગાંધીનગરમાં આવેલી શ્રીરામ હોસ્ટેલની રેક્ટર અને પરીક્ષાની ઉમેદવાર રૂપલ શર્માની પોલીસ પહેલાં ધરપકડ કરી હતી.

તમામની પૂછપરછમાં મનહર પટેલે યશપાલ પાસેથી વડોદરા એરપોર્ટ પરથી આન્સર કી ખરીદી હતી. યશંવત દિલ્હીમાં તેના કોન્ટેક્ટથી આન્સર કી ખરીદીને લાવ્યો હતો. સમગ્ર કાંડ સામે આવતાં યશપાલ અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. તેની ધરપકડ કરવા માટે રાજ્યની પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ અલગ અલગ રીતે મહેનત કરી હતી. ગઇ કાલે મહીસાગરના વીરપુરથી યશપાલની ધરપકડ કરાઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર યશપાલ પણ સુરત ખાતે પરીક્ષા આપતો હોવાથી તેને પેપર રદ થયાની જાણ થતાં તે પોતે હવે સકંજામાં આવી જશે તેવું વિચારીને સુરતથી વડોદરા પહોંચ્યો બાદમાં મહીસાગર જિલ્લા તરફ નીકળી વીરપુર પહોંચ્યો હતો. એટીએસની ટીમે તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

સમગ્ર પ્રકરણમાં મોટાં માથાંની સંડોવણી સામે આવે તેવી શક્યતા છે. પેપર લીક કર્યા બાદ યશપાલ દિલ્હીથી આન્સર કી લઇ પ્લેનમાં વડોદરા ગયો હતો અને વડોદરાથી તે બાય રોડ સુરત ગયો હતો. યશપાલ વડોદરા મ્યુનિ‌િસપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યો હોવાનું ખૂલતાં વડોદરાના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમો બનાવી તેના નિવાસસ્થાન અંગે તપાસ કરાવી હતી. યશપાલની ધરપકડ બાદ હવે બધાંને દિલ્હી લઇ જનાર તમામના ફોન બંધ કરાવનાર નિલેશનું રહસ્ય ખૂલવા સાથે ‘ટાટ’ની પરીક્ષામાં ગરબડ કરનાર અને લોકરક્ષક પેપર ફોડનાર આંતરરાજય ગેંગ એક છે કે કેમ તે અંગે તપાસ થશે.

પોલીસ ઘટનાનું ‌િરકન્ટ્રક્શન કરે તેવી પણ શક્યતા છે યશપાલ અને તેનો મિત્ર નિલેશ ચિલોડા ભેગા થયા હતા અને રપ થી ૩૦ ઉમેદવારોને દિલ્હી કારમાં લઇ ગયા હતા, જ્યાં ગુડગાંવથી તમામ લોકો દિલ્હી પા‌િસંગની કારમાં બેસીને અજ્ઞાત સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તમામને પેપર આપીને આન્સર કી તૈયાર કરાઇ હતી. દિલ્હીમાં યશપાલનો કેઇ ગેંગ સાથે સંપર્ક છે તેનો ભેદ ખોલવા માટે એટીએસ તેમજ સુરક્ષા એજન્સીઓની ટીમે દિલ્હીમાં ધામા નાખ્યા છે.

યશપાલ સોલંકી અને યશપાલ ઠાકોર એવી ભળતી વ્યકિતઓના કારણે વડોદરામાં જે રીતે ઓળખ કરવામાં ભૂલ થઇ હતી તેવી ભૂલ ન થાય તે માટે માટે પોલીસે તેના સસરાને પોલીસ મથકે બોલાવ્યા હતા. સસરાએ ઓળખી બતાવતાં યશપાલની ધરપકડ કરી હતી.

યશપાલ સોલંકી સુરતથી મહીસાગર પહોંચી ગયો, પરંતુ પોલીસ તેની ધરપકડ કરશે તેવા ડરથી તે અલગ અલગ જગ્યાએ ભટકતો રહ્યો હતો. યશપાલે તેના મિત્રો તેમજ સ્નેહીજનો સાથે પણ સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. યશપાલ પાસે રૂપિયા પૂરા થઇ જતાં તે બે દિવસ ભૂખ્યો રહ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here