વડાપ્રધાન મોદીના હસ્તે મુંબઈમાં આજથી રસીકરણનો આરંભ

0
274
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાને મુંબઈ માટે પુણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિડ-૧૯ માટે ‘કોવિશિલ્ડ’ વેક્સિનનો લગભગ એક લાખ ૩૯ હજાર ૫૦૦ જેટલો ડોઝ મળ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાને મુંબઈ માટે પુણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિડ-૧૯ માટે ‘કોવિશિલ્ડ’ વેક્સિનનો લગભગ એક લાખ ૩૯ હજાર ૫૦૦ જેટલો ડોઝ મળ્યો છે.

મુંબઈ: આખા દેશમાં આજથી વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે ત્યારે મુંબઈમાં પહેલે દિવસે નવ વેક્સિનેશન સેન્ટરમાં સરેરાશ ચાર હજાર આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે એવું પાલિકાએ જણાવ્યું છે. અત્યારે શહેરમાં ૯ વેક્સિનેશન સેન્ટર હોઈ આગામી સમયમાં તેમાં વધુ ૬૩ વેક્સિનેશન સેન્ટરનો ઉમેરો કરાશે અને ત્યારબાદ રોજના ૫૦ હજાર લોકોને વેક્સિન આપવાની પાલિકાની યોજના હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.માર્ચ ૨૦૨૦થી અત્યાર સુધી મુંબઈમાં સવા લાખ નાગરિકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. તો દેશભરમાં અત્યાર સુધી એક કરોડ પાંચ લાખ ૨૭ હજાર જેટલા લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. મુંબઈ સહિત દેશમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે, છતાં તેનું જોખમ અકબંધ છે. તેથી લોકો આતુરતાથી વેક્સિનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે દેશવ્યાપી કોરોના વેક્સિનેશનનો શુભાંરભ આજથી થઈ રહ્યો છે, તેના ભાગરૂપે વિલેપાર્લેમાં ડૉ. કૂપર હૉસ્પિટલમાં વિડિયો કૉન્ફન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવશે તો સવારના ૧૧.૧૫ વાગે રાજ્યવ્યાપી કોવિડ-૧૯ વેક્સિનેશનની ઝુંબેશનો શુભારંભ રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે પાલિકાના બાંદરા-કુર્લા-કૉમ્પલેક્સમાં આવેલા જમ્બો કોવિડ કેર સેન્ટરમાં કરવામાં આવશે.આજથી મુંબઈમાં ચાલુ થઈ રહેલા વેક્સિનેશન બાબતે એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએજણાવ્યું હતું કે મુંબઈના તમામ વેક્સિનેશન સેન્ટરમાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને કાંજુરમાર્ગમાં આવેલા જમ્બો વેક્સિનેશન સ્ટોરેજ સેન્ટરનું કામ પણ પૂરું થવાની તૈયારીમાં છે. આજથી મુંબઈમાં કુલ ૯ વેક્સિનેશન સેન્ટરમાં વેક્સિન આપવામાં આવશે. આ નવ વેક્સિન સેન્ટરમાં ૪૦ વેક્સિનેશન બૂથ રાખવામાં આવ્યા છે. આ તમામ બૂથ પર શરૂઆતમાં દરરોજના સરેરાશ ચાર હજાર લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશન માટે અત્યાર સુધી સાત હજાર કર્મચારીઓને તાલીમ આપી દેવામાં આવી છે અને વધુ ૧૦ હજાર કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે.વેક્સિનેશનનો પ્રારંભ થાય એ અગાઉ શુક્રવારે પાલિકાની એફ-દક્ષિણ વોર્ડ ઑફિસમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલી કોરોનાની વેક્સિનનું જુદા જુદા કોરોના વેક્સિનેશન સેન્ટરમાં તમામ પ્રક્રિયા પૂરી કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાને મુંબઈ માટે પુણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિડ-૧૯ માટે ‘કોવિશિલ્ડ’ વેક્સિનનો લગભગ એક લાખ ૩૯ હજાર ૫૦૦ જેટલો ડોઝ મળ્યો છે. હાલ મુંબઈ મહાનગરપાલિકા પાસે એક લાખ ૩૦ હજાર જેટલા નામ વેક્સિનેશન માટે રજિસ્ટર્ડ થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here