સરયુ નદીના કાંઠે જગ્યા છે તો ત્યાં બનાવોને રામ મંદિર: શિવપાલ સિંહ યાદવ

0
1063

એજન્સી, લખનઉ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મંત્રી શિવપાલ સિંહ યાદવે રામ મંદિર મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યામાં થઇ રહેલી ધર્મસભા બાબતે યોગી સરકાર મૌન છે. જ્યારે અયોધ્યામાં કલમ 144 લાગુ થઇ છે, તો પછી ટોળા એકઠા થવા એ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનના હેતુ પર શંકા જન્માવે છે. તે સમયે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યા છતા સરકાર તેનું પાલન કરી શકી નહતી. માત્ર યુપી નહી, સમગ્ર દેશ રમખાણોની આગમાં બળી ગયું હતું અને હજારો લોકોના જાન અને માલને નુકસાન થયું હતું.

શિવપાલે રાજ્યપાલ રામ નાઇક સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેસ સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણ માટે સરયુના કાંઠે જગ્યા છે, ત્યાં મંદિર બનાવો. બાબરી મસ્જિદની જગ્યાએ મંદિર બનાવવાની હઠ કેમ? તેમણે જણાવ્યું હતું કે, કોઇ એવું કાર્ય ન થાય જેનાથી દેશમાં તણાવ અને રમખાણો થાય. એક વાર સમગ્ર દેશમાં બદનામી થઇ ગઇ છે, બીજી વાર ન થવી જોઇએ.

અયોધ્યામાં ભગવાન રામની વિરાટ પ્રતિમાના નિર્માણ અંગે પ્રશ્ન કરાતા તેમણે જણાવ્યું હતું કે, લાંબી પ્રતિમાથી લોકોને રોજગાર પ્રાપ્ત થશે નહી. તેમણે જણાવ્યું કે, પ્રતિમા બનાવીને નામ બદલીને કંઇ થશે નહી. હવે જનતા મંદિર-મસ્જિદના ચક્કરમાં આવશે નહી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુપીમાં કોઇપણ જગ્યાએ વિકાસ થઇ રહ્યું નથી, પોલીસ સ્ટેશનો સહિત તમામ જગ્યાઓએ ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર છે. એસડીએમથી સીડીઓ સુધી ભ્રષ્ટાચાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here