સુરતઃ જન્મના દોઢ મહિના પછી ઘરે આવેલી દિકરીનું ઢોલ નગારાથી સ્વાગત

0
921

ઓલપાડમાં આવેલા દિહેણ ગામમાં શુક્રવારે ઉત્સવ મનાવાયો હતો, આખી ગલીમાં મોટો સાથિયો પુરાયો હતો અને  ઢોલ નગારા વાગતા હતા.કારણ એ હતું કે જન્મના દોઢ મહિના પછી દિહેણ ગામાના પટેલ પરિવારની દિકરી આજે  ઘરે આવી રહી હતી.દિકરીના સ્વાગતમાં આખું ગામ ઝુમી ઉઠ્યું હતું.

ઓલપાડના દિહેણ ગામમાં રહેતા રાકેશભાઇ ઇશ્વરભાઇ પટેલની પત્ની ધર્મિષ્ઠાએ 4 ઓકટોબરે બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારથી પિતા રાકેશ અને પટેલ પરિવારમાં ખુશીનો માહોલ હતો. દોઢ મહિના પછી શુક્રવારે બાળકી ઘરે આવવાની હતી એટલે પિતા રાકેશે એક સરપ્રાઇઝ પ્લાન તૈયાર કર્યો હતો. શુક્રવારે જયારે ધર્મિષ્ઠા બાળકી હિયાને લઇને આવી તો તેની ખુશીથી એની આંખ પહોંળી થઇ ગઇ કારણ કે ગામના પાદરે તેના અને બાળકીના સ્વાગત માટે ગામના લોકો ભેગા  થયા હતા અને ઢોલ નગારા વાગતા હતા. ઘર પાસે પહોંચી તો આખી ગલીમાં મોટો સુંદર સાથિયો પુરાયો હતો.ધર્મિષ્ઠા આ સરપ્રાઇઝથી ખુશીના મારે ઉછળી પડી હતી.

દિકરીના સ્વાગતમાં પિતા રાકેશ પણ દિલ ખોલીને નાચ્યા હતા

આજે પણ જયારે કેટલાંક પરિવારો દિકરીના જન્મથી મોં બગાડે છે ત્યારે એવા પણ લોકો છે જે  દિકરીના જન્મને ખુશીથી વધાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here