સુરતમાં આતંક મચાવનારી માથાભારે લેડી ડોન ભૂરીને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાઈ

0
1033

વરાછા વિસ્તારમાં ખુલ્લી તલવારો સાથે આતંક મચાવનારી માથાભારે ભૂરીની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી છે. અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જેલમાં ધકેલવામાં આવી છે.

વરાછા વિસ્તારમાં જાહેરમાં તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે ડરનો માહોલ પેદા કરનારી ભૂરીએ ઘણી વખત મારામારી કરી હતી. જેનો સીસીવી પણ સામે આવ્યો હતો. જેમાં ઘાતક હથિયારો લઈ તે દાદાગીરી કરતી જોવા મળી રહી હતી.સુરતની માથાભારે ભૂરીનો વીડિયો વાયરલ થયા બાદ તે ખુબ ચર્ચામાં રહી હતી. જેના આતંકથી કેટલાએ લોકો પરેશાન હતા. તેના માર-પીટ, ધાક-ધમકીના વીડિયોને લઈ ખૂબ ચર્ચામાં રહેતી હતી. આખરે પોલીસે ભૂરીની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની લેડી ડોન તરીકે જાણીતી બનેલી અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બાદમાં પોલીસે તેને વડોદરા જેલમાં ધકેલી છે. પોલીસે ભયજનક વ્યક્તિ તરીકે તેની ધરપકડ કરી હતી. અગાઉ પણ પોલીસે ભૂરીની ધરપકડ કરીને ત્રણ ગુનાઓ નોંધ્યાં હતાં. ભૂરીએ કોર્ટમાં આ પહેલા જામીન માટે અરજી પણ કરી હતી. જોકે, તે નામંજૂર થઈ હતી. ભૂરી અને તેના સાથીઓ સામે હોળી દરમિયાન ચપ્પુની અણીએ લૂંટ ચલાવવા અંગેનો તેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. પાનના ગલ્લાવાળાને દમ મારી રૂપિયા૫૦૦ની લૂંટ ચલાવવાની ફરિયાદ પણ તેની સામે નોંધાઈ ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here