સોનામાં ૮૯૪નો ઉછાળો, ચાંદી ૭૦,૦૦૦ તરફ

0
444
આ સાથે નવા કેલેન્ડર ૨૦૨૧માં અત્યાર સુધીના ભાવમાં ૧૦૦૦ની તેજી આવી ચૂકી છે. તો સોનાની તેજીને પગલે ચાંદીમાં બમણો ઉછાળો આવ્યો હતો. આજે ચાંદી ૧૫૦૦ રૂપિયા ઉછળીને અને ૬૮,૫૦૦ રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી ગઇ હતી.
આ સાથે નવા કેલેન્ડર ૨૦૨૧માં અત્યાર સુધીના ભાવમાં ૧૦૦૦ની તેજી આવી ચૂકી છે. તો સોનાની તેજીને પગલે ચાંદીમાં બમણો ઉછાળો આવ્યો હતો. આજે ચાંદી ૧૫૦૦ રૂપિયા ઉછળીને અને ૬૮,૫૦૦ રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી ગઇ હતી.

મુંબઇ: વૈશ્ર્વિક બુલિયનબજારમાં નવા વર્ષે તેજીનો પવન ફૂંકાવાને કારણે સ્થાનિક બજારમાં પમ આગઝરતી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્ર્વિક ગોલ્ડ ૧૯૦૦ ડોલરની સપાટી વટાવી ગયું હોવાના અહેવાલ વચ્ચે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના પ્રથમ દિવસે જ બંને કિંમતી ધાતુઓના ભાવ ઉછળ્યા હતા. જેમાં આજે ચાંદીમાં ૨૦૩૯ રૂપિયાનો ઝડપી ઉછાળો નોંધાયો હતો અને તે રૂ. ૬૯,૦૦૦ની સપાટી વટાવી ગઇ હતી. સોનામાં ૮૯૪ની તેજી નોંધાઇ હતી. વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો નવ પૈસા મજબૂત બન્યો હતો અને ૭૩.૦૨ના સ્તરે પહોંચ્યો હતો. સ્થાનિકમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૫૦૨૯૮ના પાછલા બંધ સામે ૧૦ ગ્રામે રૂ.૮૯૪ના ઉછાળા સાથે રૂ. ૫૧૧૯૨ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ.૫૦૦૯૭ના પાછલા બંધ સામે ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૯૦ના ઉછાળા સાથે રૂ.૫૦૯૮૭ની સપાટીએ સ્થિર થયું હતું. એ જ રીતે, હાજર ચાંદી એક કિલોદીઠ રૂ. ૬૬૯૬૩ના પાછલા બંધ સામે રૂ.૨૦૩૯ના જોરદાર ઉછાળા સાથે રૂ. ૬૯૦૦૨ની સપાટીએ પહોંચી હતી.


બજારના સાધનો અનુસાર કોરોના વાયરસનો નવો સ્વરૂપ સ્ટ્રેન હાલ સમગ્ર દુનિયાને ડારી રહ્યો છે અને બ્રિટનમાં તેનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. તેને જોતા બ્રિટનમાં વધુ લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી શકે છે. બ્રિટનની જેમ જાપાનમાં પણ ફરી લોકડાઉનની સ્થિતિ સર્જાઇ છે.

આમ ફરી લોકડાઉનની દહેશતે પગલે કિંમતી ધાતુ સોનાચાંદીની તેજીને ઇંધણ પૂરું પાડ્યુ છે. લોકડાઉનની આશંકાથી રોકાણકારો ફરી સેફ-હેવન મનાતા સોના-ચાંદી તરફ આકર્ષાયા છે.આજે વૈશ્ર્વિક બજારમાં સોનાનો ભાવ ૦.૮ ટકા વધીને ૧૯૧૨.૭૧ ડોલર પ્રતિ ટ્રોસને સ્પર્શી ગયો હતો જે ૯ નવેમ્બર પછીનો સૌથી ઉંચો ભાવ છે. તો યુએસ ગોલ્ડ ફ્યુચર ૧.૧ ટકા વધીને ૧૯૧૬.૪૦ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. તો ચાંદી અઢી ટકા જેટલી વધીને ૨૬.૯૮ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.

પ્લેટિનમ અને પેલેડિયમ જેવી કિંમતી ધાતુઓ પણ અડધા ટકાની મજબૂતીમાં અનુક્રમે ૧૦૭૫.૧૫ ડોલર અને ૨૪૬૧.૯૫ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. દિલ્હી ખાતે સોનું રૂ. ૮૭૭ના ઉછાળા સાથે રૂ. ૫૦,૬૧૯ બોલાયું હતું, જ્યારે ચાંદી રૂ. ૨૦૧૨ના ઉછાળા સાથે રૂ. ૬૯,૪૫૪ બોલાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here