હું બેંકો પાસેથી લીધેલ રકમ ચૂકવવા તૈયાર છું પણ વ્યાજ નહીં ચૂકવી શકુ: માલ્યા

0
955
એજન્સી, નવી દિલ્હી
ભારતીય બેંકો પાસેથી ઉધાર નાણા લઈને દેશ છોડીને ભાગી જનાર ભોગેડુ વિજય માલ્યા બધી જ બેંકોને પોતે લીધેલ રૂપિયા પરત ચૂકવવા માટે તૈયાર છે. વિજય માલ્યાએ બુધવરે સવારે ટ્વીટ કરીને કહ્યું કે, તે ભારતીય બેંકો પાસેથી લીધેલ દેવાની ચૂકવણી કરવા માટે તૈયાર છે, પરંતુ તે બેંકોને વ્યાજ નહીં ચૂકવી શકે. વીજય માલ્યાએ ત્રણ-ચાર ટ્વીટ કરીને બેંકો સમક્ષ પોતાના પૈસા પાછા લઈ લેવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ સાથે જ ટ્વીટમાં તેણે જણાવ્યું કે, હું બેંકો પાસેથી લીધેલ ૧૦૦એ ૧૦૦ ટકા રકમ પરત કરવા માટે તૈયાર છું. આ સાથે જ તેમણે કહ્યું કે, તેમની સાથે ભારતીય મીડિયા અને રાજનેતાઓએ મારી સાથે પક્ષપાત કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાએ ભારતીય બેંકો પાસેથી લગભગ ૯૦૦૦ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. જ્યારે હવે ટ્વીટ કરીને વિજય માલ્યા ભારત સરકાર અને ભારતીય બેંકોને કહી રહ્યો છે કે, હું દરેક બેંકના નાણા પરત કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું, તો મહેરબાની કરીને તમે લોકો તેને સ્વિકારી લો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here