૧૨ અને ૧૩મી ફેબ્રુઆરીના મુંબઈમાં ‘ઈન્ડિયન વેડિંગ એક્સ્પો’ યોજાશે

0
320
જ્યારે જાણીતી હસ્તીઓ સાથે વાતચીત કરવાની તક મળશે. પ્રદર્શનનો પ્રવેશ મફત તથા પાર્કિંગ પણ મળી રહેશે.
જ્યારે જાણીતી હસ્તીઓ સાથે વાતચીત કરવાની તક મળશે. પ્રદર્શનનો પ્રવેશ મફત તથા પાર્કિંગ પણ મળી રહેશે.

મુંબઈ: ૧૨ અને ૧૩મી ફેબ્રુઆરીના શુક્રવાર અને શનિવારના બે દિવસ મુંબઈમાં જેડબલ્યુ મેરિયેટ જુહુ ખાતે ‘ઈન્ડિયન વેડિંગ એક્સ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના પછી મુંબઈમાં સૌથી પહેલી વખત સૌથી મોટા એક્સ્પોનું આયોજન કર્યું છે, જ્યાં જાણીતા ફેશન ડિઝાઈનર્સ અર્ચના કોચર તથા જાણીતી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે તેમની બ્રાન્ડ પદ્માસિતાને રજૂ કરશે.અહીંના એક્સ્પોમાં દેશ (દિલ્હી, કોલકાતા, જયપુર, બેંગલોર, સુરત, લખનઊ, કાશ્મીર અને મુંબઈ) સહિત દુબઈ અને લંડનના પ્રેટ એન્ડ કોચર, ફાઈન જ્વેલરી, એસેસરીઝ, લકઝરી ગેફિટિંગ સોલ્યુશન્સ સહિત ડેકોર બ્રાન્ડને રજૂ કરવામાં આવશે. એપેરલ (વસ્ત્રો) સેગમેન્ટમાં જાણીતા લંડનનાં ગીતા હાંડા, દિલ્હીના યેમ્મી શાહ, સોનિયા આહુઝા, મહેક ક્રિએશન્સ, સપના ડિઝાઈન સ્ટુડિયો, નોનાની એક્સક્લુસિફ, દેવસ્ય સહિત કોલકાતાની વિરાચી એન્ડ બોબી ક્રિએશન્સ, કાશ્મીરની પશમીના સિલ્ક, સુરતનો ચંદારવો, ઈન્દોરની સ્ટાઈલિશ ઝુહી બીઈંગ, હૈદરાબાદની નીરુ, રેશમા ફેશન હાઉસ, નિશા અજમેરાની ગોલ્ડ થ્રેડ્સ, વસ્ત્રામ, રેપ્સ ક્રિએશન્સ, પ્રીતિ ઝવ્હાર, ક્રિમશોન સ્ટાઈલ સ્ટુડિયો, નિતા શાહ, સુમંગલ, સુમનની લખનવી સહિત મુંબઈમાંથી હેમિના જે અઈયા વગેરે પોતાની બ્રાન્ડ રજૂ કરશે. અહીંના બે દિવસના પ્રદર્શનમાં એક કરતા અનેક ડિઝાઈનર બ્રાન્ડ મળી રહેશે, જ્યારે જાણીતી હસ્તીઓ સાથે વાતચીત કરવાની તક મળશે. પ્રદર્શનનો પ્રવેશ મફત તથા પાર્કિંગ પણ મળી રહેશે. પ્રદર્શનનું સંચાલન વિજેતા ગાંગુલી સોમૈયા સિગ્નેચર એક્સ્પોના સ્થાપક તથા જાણીતા રાજકારણી સાયના એનસી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here