વિરમગામના ગૌરવવંતા ઐતિહાસિક મુનસર તળાવને સાફ કરવા યુવાનોએ સફાઇ ઝુંબેશ હાથ ધરી

0
1583

વિરમગામના ગૌરવવંતા ઐતિહાસિક મુનસર તળાવને સાફ કરવા યુવાનોએ સફાઇ ઝુંબેશ હાથ ધરી

– મુનસર તળાવ ભારત સરકાર દ્રારા રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલું હોઇ પુરાતત્વ વિભાગના હસ્તક છે

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

વિરમગામ શહેરનુ ગૌરવ સમા ઐતિહાસિક મુનસર તળાવ એ પાટણના રાજા સિઘ્ઘરાજ જયસિંહ ની માતા મિનળદેવી એ બઘાવ્યા હોવાનું કહેવાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી યોગ્ય જાળવણીના અભાવે ઐતિહાસિક મુનસર તળાવ બિસ્માર ગંદકી અને કચરા ના ઢગ ખદબદી રહ્યું છે ત્યારે વિરમગામ શહેરના યુવાનો દ્વારા રવિવારે મુનસર તળાવમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઐતિહાસિક મુનસર તળાવના સફાઇ અભિયાનમાં મોટી સંખ્યામાં જાગૃત યુવાનો, નગરપાલિકાના કર્મચારીઓ, ચુંટાયેલા પદાધીકારીઓ, વિવિધ સંસ્થાઓના કાર્યકરો, આનંદ મંદિર સ્કુલના વિદ્યાર્થીઓ સહીતના લોકો જોડાયા હતા. વિરમગામ ની એક યુવા ટીમ દ્વારા આ ગૌરવવંતા ઐતિહાસિક મુનસર તળાવ ની સફાઇનુ બીડું ઝડપવામાં આવ્યું છે અને રવિવારે મુનસર તળાવની સફાઇ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનુશ્રુતિ પ્રમાણે મહારાજ સિધ્ધરાજ જયસિહે બાબરુ ભુત સિધ્ધ કર્યૂ હતુ. તે બાબરા ભુતે એક જ રાતમા મુનસર તળાવનું નિર્માણ કર્યું હતું એવી માન્યતા સ્થાનિક લોકોમાં છે. વિરમગામ એક પૌરાણીક શહેર છે. પ્રસિદ્ર મુનસર તળાવની આસપાસ સોલંકી કાળની સ્થાપના શૈલીમાં પથ્થરથી બનાવેલા ૨૮૫ દહેરાંઓ હાલમાં હયાત છે. પુરાતત્વ વિભાગ સહીતના સરકારી તંત્રની બેદરકારીને કારણે આ દહેરાંઓ નાશ પામ્યાં છે અને અમુક જ બાકી રહ્યાં છે. આ દરેક દહેરાંમાં શિવલીંગ હતાં, જે હવે જોવા નથી મળતાં. મુનસર તળાવનો વિસ્તાર ૧૯ હેકટર, ૧૭ આરે અને ૧૨ ગુંઠા જેટલો છે.બ્રિટિશ સરકારે આ તળાવની ચારે દિશાઓમાં માછલી કે કોઇ પણ સરોવરમાંના જીવજંતુઓના મારણ પર પ્રતિબધ ફરમાવતું લખાણ મુકેલું છે. પશ્વિમ દિશામાં આવેલા મુનસરી માતાના મંદિર નીચેથી વરસાદનું પાણી તળાવમાં પ્રવેશી શકે તેવું આયોજન કરવામાં આવેલું છે.

આ તળાવની દક્ષિણ દિશાએ સાસુ વહુના ઓરડાતરીકે પ્રચલીત થયેલ પૌરાણીક મંદિર આવેલું છે. આ તળાવ વર્તમાન સમયમાં ભારત સરકાર દ્રારા રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલું હોઇ પુરાતત્વ વિભાગના હસ્તક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here