2019માં બીજેપી અમિત શાહની અધ્યક્ષતામાં લડશે લોકસભા ચૂંટણી

0
940
news/NAT-HDLN-bjp-two-day-national-executive-meeting-will-begin-today-in-delhi-gujarati-news
news/NAT-HDLN-bjp-two-day-national-executive-meeting-will-begin-today-in-delhi-gujarati-news

કાર્યકાળભારતીય જનતા પાર્ટીની બે દિવસની કાર્યકારિણી બેઠકમાં શનિવારે આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં શરૂ થઈ છે. અહીં 2019 લોકસભા ચૂંટણીની રણનીતિ અને મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. ચર્ચાનું ફોકસ દલિતો પર રહેશે. પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં 2014થી વધારે સીટો બીજેપી મેળવશે. તેમણે બેઠકમાં ‘અજય ભાજપ’નો નારો આપ્યો છે. અધ્યક્ષ તરીકે અમિત શાહનો કાર્યકાળ જાન્યુઆરીમાં પુરો થઈ રહ્યો છે પરંતુ લોકસભા ચૂંટણી સુધી તેઓ આ પદ પર રહેશે.શાહે કહ્યું છે કે, સંકલ્પની શક્તિને કોઈ પરાજીત ન કરી શકે. આપણી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. આપણે ફરીથી બહુમતી સાથે સત્તામાં આવીશું. બેઠકના પહેલાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને સુરેશ પ્રભુ સામેલ થયા હતા.આ મુદ્દાઓ પર ફોકસ

રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે બેઠક દરમિયાન મોદી સરકારના કામકાજ, સામાજિક ન્યાય અને આર્થિક સફળતા પર ચર્ચા કરવામાં આવશે. તે સિવાય એસસી- એસટી, દલિત, તેલની વધતી કિંમતો, એનઆરસી, આર્થિક વૃદ્ધી વિશે ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવે છે કે, દલિતો પર ફોકસના કારણે બેઠક આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં રાખવામાં આવી છે.

બેઠકમાં બહુમતથી ચૂંટણી જીતવાનો શાહનો વાયદો

બેઠકની શરૂઆત બીજેપી અધ્યક્ષ અમિત શાહના ભાષણથી થઈ હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, આપણે 2014થી વધારે બહુમતથી જીતવાનું છે. આપણી પાસે દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે. તેમણે કહ્યું છે કે, 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સિવાય તેલંગાણા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.

2019ની લોકસભા ચૂંટણી વિશે પણ થશે ચર્ચા

આ બેઠકમાં આગામી થોડા મહિનામાં થનારી 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે સાથે 2019માં થનારી લોકસભા ચૂંટણી વિશે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, આગામી થોડા મહિનામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી થવાની છે. આ ત્રણેય રાજ્યોમાં બીજેપી સત્તા પર છે. રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષથી બીજેપીએ સત્તા પર કબજો જમાવ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પાર્ટી છેલ્લા 15 વર્ષથી સત્તા પર છે. હાલ તેમની સત્તા જાળવી રાખવી પાર્ટી માટે મોટો પડકાર છે.

તેલંગાણામાં ટૂંક સમયમાં શરૂ થશે અભિયાન

અમિત શાહ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 15 સપ્ટેમ્બરે અભિયાન શરૂ કરશે. બીજેપી નેતા અન રામચંદ્ર રાવે જણાવ્યું કે આ અવસરે મહબૂબનગરમાં એક વિશાલ જનસભા આયોજીત કરવામાં આવશે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નેતાઓ અને બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થવાની શક્યતા છે. બીજેપી દરેક વિધાનસભા ક્ષેત્રમાં રેલી યોજશે અને દરેક સીટ માટે અલગ-અલગ ઘોષણા પત્ર જાહેર કરશે

news/NAT-HDLN-bjp-two-day-national-executive-meeting-will-begin-today-in-delhi-gujarati-news
news/NAT-HDLN-bjp-two-day-national-executive-meeting-will-begin-today-in-delhi-gujarati-news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here