260 કરોડનુ ફુલેકુ ફેરવનાર વિનય શાહ નેપાળના કાઠમંડુથી ઝડપાયો

0
569

અમદાવાદ

એકના ડબલ કરવામાં અબજો રૂપિયાના કૌભાંડ અમદાવાદમાં પ્રકાશમાં આવ્યા હતા. જેમાં અશોક જાડેજાથી લઈને વિનય શાહ સુધીના લોકો એકના ડબલ કરવાની લાલચ આપીને અબજો રૂપિયા પડાવી પલાયન થઈ ગયા હતા. ત્યારે તાજેતરમાં જ આચરવામાં આવેલ આવા જ એક કૌભાંડી વિનય શાહેને ભારે જહેમત બાદ પોલીસે નેપાળના કાઠમંડુથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને અમદાવાદ લાવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

260 કરોડ રૂપિયાના કૌભાંડ કરનાર વિનય શાહની નેપાળના કાઠમંડુમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદમાં એકના ડબલ કરવાની લાલચે લોકોના રૂપિયા ચાંઉ કરી જનાર વિનય શાહ છેલ્લા કેટલાક દિવસોથી નેપાળમાં છુપાયો હોવાની બાતમી મળતા ગુજરાત પોલીસે નેપાળ પહોંચીને અને વિનય શાહને ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પાલડીમાં રહેતા એક કપલે આ પોન્ઝી સ્કિમ ચલાવીને અનેક લોકો પાસેથી પૈસા સેરવી લીઈને કપલ રફુચક્કર થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here