6 પાલિકામાંથી આવેલા 7000 ફોર્મમાંથી ભાજપ કોને કોને ટિકીટ આપશે?

0
300
આ ઉપરાંત બહેરામપુરામાં 27, દાણીલીમડામાં 26, ખાડીયામાં 24, સૈજપુર માં 28, સ્ટેડિયમમાં 28 અને પાલડીમાં 30 દાવેદારો એ ટિકિટ માગી છે.
આ ઉપરાંત બહેરામપુરામાં 27, દાણીલીમડામાં 26, ખાડીયામાં 24, સૈજપુર માં 28, સ્ટેડિયમમાં 28 અને પાલડીમાં 30 દાવેદારો એ ટિકિટ માગી છે.

ગાંધીનગર :રાજ્યમાં યોજાનારી 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી (Gujarat Local Body Polls) માટે પ્રદેશ ભાજપે મોકલેલા નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ 7 હજારથી વધુ દાવેદારોનો આંકડો સામે આવ્યો છે. અમદાવાદ માં 192 બેઠકો માટે સૌથી વધુ 2037 દાવેદારો, સુરતમાં 120 બેઠકો માટે 1949 દાવેદારો, વડોદરામાં 76 બેઠકો માટે 1451 દાવેદારો, રાજકોટમાં 72 બેઠકો માટે 681 દાવેદારો, જામનગરમાં 64 બેઠકો માટે 543 દાવેદારો, ભાવનગરમાં 52 બેઠકો માટે 596 દાવેદારો એ ટિકિટ માગી છે.અમદાવાદ મહાનગરપાલિકા ભાજપનો ગઢ રહ્યો છે અને સતત ત્રણ ટર્મથી ભાજપ સત્તા પર છે, ત્યારે વધુ એકવાર ભાજપ સત્તા જાળવી રાખવા આશ્વસ્ત છે. નવા સીમાંકનના આધારે ભાજપને ફરી એકવાર સત્તા જાળવી રાખવાનો વિશ્વાસ છે. જેના કારણે અમદાવાદમાં 5 હજારથી વધુ આગેવાનો, કાર્યકરોએ ફોર્મ ભર્યા હતા. જોકે શહેર ભાજપે તમામ નિયમો ધ્યાનમાં રાખીને ફક્ત 2037 ફોર્મને મંજૂરી આપી હતી. અમદાવાદમાં દરેક વોર્ડમાં સરેરાશ 4 દાવેદારોએ ટિકિટ ની માગ કરી છે. સૌથી વધુ દાવેદારો કુબેરનગર વોર્ડમાં 102 અને સરદારનગર વોર્ડમાં 100 છે. જ્યારે કે, માટે સૌથી નબળા ગણાતા જમાલપુર વોર્ડમાં પણ 15 દાવેદારોએ ટિકિટ માગી છે. આ ઉપરાંત બહેરામપુરામાં 27, દાણીલીમડામાં 26, ખાડીયામાં 24, સૈજપુર માં 28, સ્ટેડિયમમાં 28 અને પાલડીમાં 30 દાવેદારો એ ટિકિટ માગી છે. ભાજપના મજબૂત ગણાતા એવા નરોડા વોર્ડમાં 67, થલતેજમાં 61, બોડકદેવમાં 50 અને જોધપુરમાં પણ 50 દાવેદારોએ ટિકિટ માંગી છે. ભાજપ અને કોંગ્રેસની ટક્કરવાળા વિસ્તારો જેવા કે, ઈન્ડિયા કોલોનીમાં 61, સરસપુર-રખિયાલમાં 57, બાપુનગરમાં 53, વિરાતનગરમાં 52 અને અમરાઈવાડીમાં 50 દાવેદારો નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here