10 દિવસમાં 8 બાળકીઓ પર દુષ્કર્મ:બિહારમાં 5 થી 7 વર્ષની બાળકીઓને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરતા શખ્સની ધરપકડ કરાઈ

0
188
આરોપી પ્રકાશ તાંતીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા હતું કે, આરોપીએ બીજી ઘણીબધી છોકરીઓને પોતાનો શિકાર બનાવી હશે, તમામ કેસોના ખુલાસા ટૂંક સમયમાં થાય તેની સંભાવનાઓ છે. આરોપીની માનસિક સ્થિતિની પણ ચકાસણી હાથ ધરાશે.
આરોપી પ્રકાશ તાંતીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા હતું કે, આરોપીએ બીજી ઘણીબધી છોકરીઓને પોતાનો શિકાર બનાવી હશે, તમામ કેસોના ખુલાસા ટૂંક સમયમાં થાય તેની સંભાવનાઓ છે. આરોપીની માનસિક સ્થિતિની પણ ચકાસણી હાથ ધરાશે.

પ્રકાશ તાંતી નામનો શખ્સ બિહારના લખીસરાયમાં નાની ઉંમરની બાળકીઓને શિકાર બનાવતો ચોકલેટની લાલચ આપીને પોતાની દુકાનમાં બોલાવી વારાફરથી બાળકીઓ પર દુષ્કર્મ ગુજારતો હતો બાળકીઓની તબિયત લથડતા ભાંડો ફૂટ્યો, પોલીસે આરોપીની ધરપકડ કરીબિહારના લખીસરાયના કજરા ગામમાં 5થી 7 વર્ષની બાળકીઓને ચોકલેટની લાલચ આપીને તેમની સાથે શારિરીક અડપલા અને દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળકીઓને ભોળવીને દુષ્કર્મ આચરતો શખ્સ 50 વર્ષનો છે. આરોપી તેની દુકાનમાં નાની-નાની બાળકીઓને ચોકલેટના બહાને બોલાવતો હતો અને ત્યારપછી તેમના જોડે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. પીડીતાના પરિવારે આ સમગ્ર બનાવની જાણ સ્થાનિક પોલીસને કરી હતી, જેના પગલે પોલીસે આરોપીની ધરપડક કરી હતી. પોલીસ અત્યારે આરોપીની માનસિક સ્થિતિની ચકાસણી કરી રહી છે.બે બાળકીઓની તબિયત લથડતા ખુલાસો થયો
સોમવારે સાંજે બે બાળકીઓની તબિયત અચાનક બગડવા લાગી હતી. જેના પગલે બાળકીઓએ તેમની તકલીફ અને આરોપી પ્રકાશ તાંતીની કરતૂતોને એકદમ માસૂમિયતથી તેના પરિવારજનોને જણાવી હતી. ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો, બાળકીઓને તો એ પણ નહોતી ખબર કે તેમની સાથે કેટલું ઘૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવ્યું છે.ઘટનાની જાણ થતાં જ ગામમાં હોબાળો મચ્યો
આરોપીના ઘૃણાસ્પદ કૃત્યના સમાચાર મળતાની સાથે જ આખા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. લોકોએ ગામમાં હોબાળો મચાવીને આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીઓને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ગ્રામજનોના આરોપોના આધારે દુષ્કર્મીએ છેલ્લી વખત 20 માર્ચના રોજ બન્ને બાળકીઓ સાથે પોતાની દુકાનમાં વારાફરથી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યું આચર્યું હતું.વધુ કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવી શકે છે
પોલીસના જણાવ્યા મુજબ શરૂઆતમાં 8 બાળકીઓના પરિવારોએ ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછ દરમિયાન હજુ વધારે બાળકીઓ સાથે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી શકે છે. આરોપીએ 10 માર્ચથી 20 માર્ચ વચ્ચે તમામ બાળકીઓને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here