ગુજરાતમાં ઓક્સિજનની કમીને કારણે 3 દિવસમાં 80 દર્દીનાં મોત થયાં, સરકાર સામે માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ: અમિત ચાવડા

0
195
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની મુલાકાત લઇને તબીબી સારવાર અને સુવિધાની સમીક્ષા કરી હતી.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની મુલાકાત લઇને તબીબી સારવાર અને સુવિધાની સમીક્ષા કરી હતી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની મુલાકાત લઇને તબીબી સારવાર અને સુવિધાની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ પ્રેસ-કોન્ફરન્સ સંબોધતાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતમાં ડિઝાસ્ટર છે, એ ગવર્નમેન્ટ મેડ ડિઝાસ્ટર છે. ગુજરાત જેવું સમૃદ્ધ રાજ્ય ઓક્સિજનની વ્યવસ્થા ઊભી કરી શક્યું નથી, જેથી ગુજરાતનાં શહેરો અને ગામડાંમાં ઓક્સિજનની કમીને કારણે છેલ્લા 3 દિવસમાં 80 લોકોનાં મોત થયાં છે. આ કોઇ બીમારીને કારણે નહીં, પણ સરકારના મિસ મેનેજમેન્ટને કારણે થયાં છે. આ જાણી જોઇને હત્યા કરી હોય એવો ગુનો છે, એટલે આ સરકાર સામે માનવવધનો ગુનો દાખલ થવો જોઇએ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે WHOએ શરૂઆતના તબક્કામાં ગાઇડલાઇન્સ અને ચેતવણી આપી હતી, જોકે એની અનદેખી કરીને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો, ત્યારથી કોરના આવ્યો હતો. ભાજપના શાસકોએ 13 મહિનામાં કોઇ તૈયારી કે વ્યવસ્થા ઊભી ના કરી અને રાજકીય ઉત્સવો અને તાયફાઓ કર્યા છે. સરકારના મિસ મેનેજમેન્ટને કારણે રોજેરોજ લોકો મરી રહ્યા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડોદરામાં રોજ 170 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે. ગઇકાલે માત્ર 140 મેટ્રિક ટન ઓક્સિજનનો જ સપ્લાઇ થયો છે, એટલે 30 મેટ્રિક ટન ઓક્સિજનની શોર્ટેજ હોય તો 3 હજાર દર્દીને અસર કરે, કેટલાય લોકો ઓક્સિજનની કમીને કારણે મરી રહ્યા છે. એનું કારણ સરકારની નિષ્કાળજી અને બેજવાબદાર નીતિ છે. ફક્ત ઓક્સિજન જ નહીં, પણ રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોને ભટકવું પડે છે. ડિમાન્ડ છે એની સામે માત્ર 40 ટકા ઇન્જેક્શન જ સપ્લાઇ થાય છે. કાળાં બજારના ઇન્જેક્શન 25 હજાર સુધીમાં લોકો ખરીદવા માટે મજબૂર બન્યા છે અને વેન્ટિલેટરની કમીને કારણે લોકો મરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here