મ્યુકોરમાઈકોસિસનાં ઈન્જેક્શન માટે સરકારે ત્રીજી વખત સ્થળ બદલીને કહ્યું, ‘હવે સિવિલમાંથી મળશે’

0
178
સરકાર પડતર કિંમતે ઈન્જેક્શનનું વિતરણ કરશે. છેલ્લા કેટલાક દિવસથી દર્દીના સગાં ઈન્જેક્શન માટે એલજી હોસ્પિટલની બહાર લાઈનો લગાવતા હતા પરંતુ હોસ્પિટલ બહાર જ ઈન્જેક્શન નહીં હોવાનું બોર્ડ મારી દેવાતાં લોકોની પરેશાનીમાં અનેકગણો વધારો થયો હતો.
સરકાર પડતર કિંમતે ઈન્જેક્શનનું વિતરણ કરશે. છેલ્લા કેટલાક દિવસથી દર્દીના સગાં ઈન્જેક્શન માટે એલજી હોસ્પિટલની બહાર લાઈનો લગાવતા હતા પરંતુ હોસ્પિટલ બહાર જ ઈન્જેક્શન નહીં હોવાનું બોર્ડ મારી દેવાતાં લોકોની પરેશાનીમાં અનેકગણો વધારો થયો હતો.

કોરોના પછી રાજ્યભરમાં મ્યુકર માઈકોસિના કેસ ચિતંજનક હદે વધી રહ્યા છે. આ બીમારીની સારવાર માટે જરૂરી ઈન્જેક્શન મેળવવા સરકારે કોઈ કાયમી વ્યવસ્થા કરી ન હોવાથી દર્દીના સગાંએ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. સરકારે અગાઉ એસવીપી એ પછી એલજી હોસ્પિટલમાંથી ઈન્જેક્શન મળશે તેવી જાહેરાત કરી. જો કે, હવે ત્રીજી વખત સ્થળ બદલીને સિવિલ હોસ્પિટલમાંથી ઈન્જેક્શન મેળવવાની જાહેરાત કરી છે. બીજી તરફ સિવિલે સ્પષ્ટતા કરી છે કે, તેની પાસે જેટલો જથ્થો ઉપલબ્ધ હશે તે મુજબ જ ઈન્જેક્શન મળશે.​​​​​​​સરકારની જાહેરાત મુજબ અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં મ્યુકર માઈકોસિસની સારવાર લેતાં દર્દીઓને નિયત દરે સિવિલમાંથી ઈન્જેક્શન આપવામાં આવશે. સરકાર પડતર કિંમતે ઈન્જેક્શનનું વિતરણ કરશે. છેલ્લા કેટલાક દિવસથી દર્દીના સગાં ઈન્જેક્શન માટે એલજી હોસ્પિટલની બહાર લાઈનો લગાવતા હતા પરંતુ હોસ્પિટલ બહાર જ ઈન્જેક્શન નહીં હોવાનું બોર્ડ મારી દેવાતાં લોકોની પરેશાનીમાં અનેકગણો વધારો થયો હતો.સતત ચાર દિવસ સુધી લોકોને એકથી બીજી હોસ્પિટલના ધક્કા ખવડાવ્યા પછી સરકારે ઈન્જેક્શન માટેનું સ્થળ ત્રીજી વખત બદલ્યું છે. સરકારે મ્યુકર માઈકોસિસના ઈન્જેક્શનના દર નક્કી કરવાની સાથે તેની ત્રણ કેટેગરી પણ નક્કી કરી છે. 19મી મે એ સરકારે જાહેરાત કરીકે મ્યુકર માઇકોસીસના દર્દીને એસવીપી હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલથી ઇંજેક્શન મળશે.20મી મેએ સરકારે પોતાના જ પરિપત્રમાં સુધારો કર્યો કે, એસવીપી હોસ્પિટલ નહીં પણ હવે એલ.જી. હોસ્પિટલમાંથી ઈન્જેક્શન મળશે.21મીએ અમદાવાદ મ્યુનિ.ના અધિકારીએ જાહેરમાં કહ્યુંકે, સરકારે માંડ 1200 ઇંજેક્શન આપ્યા છે પણ તે અમારા એલજીના દર્દીને 5 દિવસ ચાલે તેટલો જ ડોઝ છે, જેથી ખાનગી હોસ્પિટલને ન આપી શકાય.24મીએ આખરે સરકારે જાહેરાત કરી કે, દર્દીના સગાઓને સિવિલ હોસ્પિટલમાંથી ઇંજેક્શન આપવાની વ્યવસ્થા ગોઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here